“Jai Palestine” : ભારતીય સંસદમાં લાગ્યા જય પેલેસ્ટાઈનના નારા

0
129
"Jai Palestine"
"Jai Palestine"

“Jai Palestine” :  લોકસભાના વિશેષ સત્રમાં તમામ ચૂંટાયેલા સાંસદો સંસદના સભ્યપદના શપથ લઈ રહ્યા છે. ત્યારે એઆઈએમઆઈએમ ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઉર્દૂમાં શપથ લીધા હતા અને બહાર નીકળતી વખતે ઓવૈસીએ જય ભીમ, જય તેલંગાણાના નારા લગાવ્યા હતા ત્યારબાદ અચાનક તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીના વિવાદાસ્પદ શપથ ગ્રહણ બાદ  ભાજપના સાંસદોએ સંસદમાં હંગામો શરુ કર્યો હતો, અને વિરોધ નોંધાવ્યો હતો .

"Jai Palestine"

“Jai Palestine” :  હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના જય પેલેસ્ટાઈનના નારા પર હોબાળો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આનો વિરોધ કર્યો છે. બીજી તરફ ઓવૈસીનું કહેવું છે કે તેમને જે કહેવું હતું તે કહી દીધું છે.  તેના પર પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીએ કંઈ પણ વાંધાજનક કહ્યું હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે. ઓવૈસી હૈદરાબાદથી લોકસભા માટે ચૂંટાયા છે. તેઓ પાંચમી વખત સાંસદ બન્યા છે.  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર માધવી લતાને 338087 મતોથી હરાવ્યા છે.

“Jai Palestine” : મારે જે કહેવું હતું… મેં કહ્યું : ઓવૈસી

ઓવૈસીએ સંસદની બહાર પોતાના સૂત્રોચ્ચાર પર મીડિયાને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અમે જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન કહ્યું છે. ઓવૈસીએ કહ્યું કે આ કેવી રીતે બંધારણની વિરુદ્ધ છે. જે લોકોએ પહેલા નથી કહ્યું… તે પણ પહેલા સાંભળવું જોઈએ. ઓવૈસીએ કહ્યું કે જે કહેવું હતું તે કહી દીધું…  

“Jai Palestine” : પેલેસ્ટાઈન સાથે અમારી કોઈ દુશ્મની નથી

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું, “અમારી પેલેસ્ટાઈન કે અન્ય કોઈ દેશ પ્રત્યે કોઈ દુશ્મની નથી. શું કોઈ સભ્ય માટે શપથ લેતી વખતે બીજા દેશની પ્રશંસામાં નારા લગાવવા યોગ્ય છે? આપણે નિયમોની તપાસ કરવી પડશે કે તે યોગ્ય છે.” બીજી તરફ, પ્રોટેમ સ્પીકરે કાર્યવાહીમાંથી ઓવૈસીના નારા હટાવવાનું કહ્યું છે.

“Jai Palestine” : ગૃહના નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર

"Jai Palestine"

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, “એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા આજે સંસદમાં લગાવવામાં આવેલ ‘જય પેલેસ્ટાઈન’નો નારા એકદમ ખોટો છે. તે ગૃહના નિયમોની વિરુદ્ધ છે. ભારતમાં રહીને તેઓ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી નથી શકતા પણ પેલેસ્ટાઈનના વખાણ કરે છે કે આ લોકો દેશમાં રહીને કેવી રીતે ગેરબંધારણીય કામ કરે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો