ઇટલીનો મોટો નિર્ણય લેતા ChatGPT પર પ્રતિબંધ મૂક્યો

0
170
uzrq49fn

ChatGPT લોકોની માહિતી એકઠી કરે છે, જે ગોપનિયતા માટે ખતરો : ઇટલી

ઇટલીએ મોટો નિર્ણય લેતા ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. ઈટાલીના ડેટા પ્રોટેક્શન અધિકારીઓનું માનવું છે કે, “આ ચેટબોટ પહેલા લોકોની અંગત માહિતી એકઠી કરે છે, જેથી લોકોની ગોપનીયતા સામે ખતરો છે.” આપને જણાવી દઈએ કે, OpenAIએ ગયા વર્ષે ChatGPTને લોન્ચ કર્યું હતું, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટૂલ છે. આ ટૂલમાં કંપની દ્વારા તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે. આ AI ટૂલનો ઉપયોગ આજે આખી દુનિયામાં થઈ રહ્યો છે અને લોકો ઘણા બધા તેના પર નિર્ભર થયા છે. જોકે, વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહેલા આ ચેટબોટ પર તાજેતરમાં કેટલા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.