આઇટી રિટર્ન ભરવામા ખોટું કરશો તો નોટિસ અને દંડ

0
263

ઇન્કમ ટેક્ષ આઇટી રિટર્ન જો ખોટો ભરશો તો નોટીસ અને દંડ પણ ભરવો પડશે.

ઇન્કમ ટેક્ષ વિભાગની નવી ગાઇડ લાઇન

આઇટી રિટર્ન
આઇટી રિટર્ન

ઇન્કમ ટેક્ષ(આઇટી) રિટર્ન માં નોટીસ અને દંડ થી બચવાના વિષે જાણીએ તો, ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની તારીખ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમામ કરદાતાઓએ સમયમર્યાદા પહેલા તેમનો ઇન્કમટેક્સ ફાઇલ કરવો પડશે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે ઇન્કમટેક્સ ફાઇલ કરવામાં લોકો દ્વારા ઘણી ભૂલો કરવામાં આવે છે. આમાંની સૌથી સામાન્ય ભૂલ એ છે કે લોકો ખોટું ઇન્કમટેક્ષ રિટર્ન ફોર્મ પસંદ કરે છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇન્કમટેક્સ ભરવા માટે ઇન્કમટેક્ષ રિટર્ન 1થી 7 સુધીના ફોર્મ જારી કરવામાં આવે છે. તમારી આવકના આધારે આમાંથી એક ઇન્કમટેક્ષ ફોર્મ ભરીને ઇન્કમટેક્સ ભરવાનો રહે છે. સુત્રો કહે છે કે ખોટો ઇન્કમટેક્ષ ભરવાના કિસ્સામાં ઇન્કમટેક્સ વિભાગ સીધા તમારા ફોર્મને રદ્દ કરી કાઢે છે. ઇન્કમટેક્સ વિભાગ પાસે યોગ્ય રીતે ફાઇલ ન કરાયેલ ઇન્કમટેક્ષ રદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.જો તમે ખોટું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોય, તો ઇન્કમટેક્સ વિભાગ તમારી પાસેથી વધારાના દસ્તાવેજો માંગી શકે છે. આ સાથે તમારી પાસે ખોટો ઇન્કમટેક્ષ પસંદ કરવા બદલ ખુલાસો માંગવામાં આવી શકે છે. તમને નોટિસ પણ મળી શકે છે.ઇન્કમટેક્સ વિભાગ ખોટો ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા બદલ તમારા પર દંડ અથવા કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. નોટીસ અને સાથે દંડથી બચવા માટે ઇન્કમ ટેક્ષ રિટર્ન અચૂક ભરો અને જરૂર પડે તો સલાહ પણ લઇ શકો છો. સલાહ અને માર્ગદર્શન સી.એ. પાસેથી તથા ઇન્કમટેક્સ (આઇટી)ની વેબસાઈટ પરથી પણ મળી જશે.તો બચો ઇન્કમ ટેક્ષ (આઇટી) માં નોટીસ અને દંડ થી પણ.

જોવો મહિલા જુનિયર એશિયાકપ : પ્રથમ મેચમાં ભારતની કેવી રહી જીત