Isreal Palestine conflict: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, એર ઇન્ડિયાએ તેલ અવીવથી અને તેની નિર્ધારિત ફ્લાઇટ્સ 18 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. એરલાઇન સામાન્ય રીતે તેલ અવીવ માટે પાંચ સાપ્તાહિક સુનિશ્ચિત ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેણે અગાઉ 14 ઓક્ટોબર સુધી સેવાઓ સ્થગિત કરી દીધી હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ (Isreal Palestine conflict) પર 5000 થી વધુ રોકેટ હુમલા કર્યાં હતા.

એર ઈન્ડિયાના એક અધિકારીના જણાવ્યનુસાર, તેલ અવીવથી અને ત્યાંથી નિર્ધારિત ફ્લાઈટ્સ હવે 18 ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી છે. સામાન્ય રીતે, એર ઈન્ડિયા રાષ્ટ્રીય રાજધાનીથી તેલ અવીવ માટે પાંચ સાપ્તાહિક ફ્લાઈટ્સ ચલાવે છે. આ સેવા સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે હોય છે. ઇઝરાયેલથી પાછા આવવા ઇચ્છુક ભારતીયોને લાવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન અજય’ હેઠળ, એરલાઇન્સે બે ફ્લાઇટ્સ ચલાવી છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, કેરિયર જરૂરિયાતોને આધારે ભારતીયોને પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે,

ઈઝરાયેલથી પરત ફરવા માંગતા ભારતીયોને પરત લાવવા માટે સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ અંતર્ગત એરલાઈને અત્યાર સુધીમાં બે ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે. હમાસ દ્વારા ઈઝરાયેલના શહેરો પર અભૂતપૂર્વ હુમલા બાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો છે.
અત્રે ઉલ્લેખીય છે કે, એર ઈન્ડિયાએ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભિષણ બનતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેલ અવીવ જતી અને ત્યાંથી આવતી ફ્લાઈટ્સ પર કન્ફર્મ ટિકિટ રિશિડ્યુલ કરવા અથવા રદ કરવા માટેના ચાર્જ પર એક વખત (one time offer)ની ઓફર જાહેર કરી હતી. એરલાઈને 31 ઓક્ટોબર સુધીની મુસાફરી માટે 9 ઓક્ટોબર પહેલા જારી કરાયેલ ટિકિટ પર ઓફર જાહેર કરી હતી. દેશ, દુનિયા અને રાજનીતિના સમાચાર વાંચવા – અહી કલિક કરો –