ઈઝરાઈલ સેનાને મળી સફળતા – જાણો યુદ્ધ અપડેટ

0
246
ઈઝરાઈલ સેનાને મળી સફળતા - જાણો યુદ્ધ અપડેટ
ઈઝરાઈલ સેનાને મળી સફળતા - જાણો યુદ્ધ અપડેટ

ઇઝરાયલ દળો દ્વારા આતંકી સંગઠન પર ઘણા ઓપરેશન ચાલી રહ્યા છે જેમાં ગાઝા પટ્ટીમાં અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. પેલેસ્ટીયન આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાઈલ પર કરેલો અચાનક હુમલો અને શહેરોના નાગરિકો પર કરેલી બર્બરતાના વિડીઓ સોશિઅલ મીડિયા પર વાઈરલ થતાજ દુનિયાભરના લોકોના હ્રદય હચમચી ગયા હતા. પરંતુ જવાબી કાર્યવાહીમાં ઈઝરાઈલ સેનાને મોટી સફળતા મળી છે. હમાસના નૌંસેનાના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો છે. આ સફળતા હમાસના મુખ્ય મથક પર કરેલા હુમલામાં અનેક બોમ્બ વર્ષા અને રોકેટ છોડવામાં આવ્યા હતા. જે કમાન્ડરને ઝડપી પાડવામાં સફળતા મળી છે તેણે ઇઝરાયલી મ્યુઝીક ફેસ્ટીવલ પર અચાનક હુમલો કર્યો હતો અને અનેક લોકોને મોત ઘાટ ઉતાર્યા હતા .

HUMLO 1

આતંકી સંગઠનના ઘણા બધા મુખ્ય મથકો અને મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં ઈઝરાઈલી દળોના દાવા અનુસાર હમાસના વાયુસેનાના કમાન્ડર મુહમ્મદ કસ્તાનીની ઓફીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્થળ પરજ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ઈઝરાઈલી દળોની બીજી એક કાર્યવાહીમાં હમાસના નેવલ કમાન્ડર ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઈઝરાઈલી વાયુસેનાની કાર્યવાહીમાં હમાસના મકાની જેવાકે ગુપ્તચર સંસ્થાની ઓફીસ સહિત અન્ય મહત્વની ઓફિ સ સહિત અનેક ધર્મસ્થાનો ઉડાવી દીધા છે અને હજારો હમાસના સમર્થકોને ફૂંકી માર્યા છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાઈલના વળતા હુમલા પછી લગભગ ૪૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ ૨૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાઈલી મીડિયાના જણાવ્યા અનુસાર હજુ પણ ગાઝા પટ્ટી પાસે કેટલાક રોકેટ હુમલા થઇ રહ્યા છે . ગાઝા પટ્ટી પાસે અનેક શંકાસ્પદ વિમાનોની અવર જવર જોવા મળી છે. આ જોતા ઈઝરાઈલ સેનાને લાંબી લડાઈ લડવી પડશે તે નિશ્ચિત છે.

ISRAEL MAIN 1

આપને જણાવી દઈએ કે ઇતિહાસમાં સૌથી ખરાબ હુમલો ઇઝરાયલ પર આ સમયમાં થયો છે . હમાસના ભયાનક હુમલાનો બદલો લેવાનો સંકલ્પ ઈઝરાઈલ પ્રધાન મંત્રી સહિત સમગ્ર દેશે કર્યો છે અને સેનાને છૂટો ડોર આપ્યો છે.

સોશિઅલ મીડિયામાં કેટલાક વિડીઓ જે વાઈરલ થયા છે તેમાં સેનાને ફૂડ પેકેટ અને પાણીની બોટલો સ્થાનિક નાગરિકો શહેરમાંથી જયારે ટેન્કો નો ધમધમાટ સંભળાય છે ત્યારે નાગરિકો રેરાસ્તા પર આવીને આપી રહ્યા છે અને સેનાનું મનોબળ વધારી રહ્યા છે.