વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

0
52
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની પત્રકારપરિષદ

સ્ટેડિયમમાં 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત

VVIPની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત

લોકોને મેટ્રોમાં મુસાફરી કરવા પોલીસ કમિશનરની અપ

વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચને લઈ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખાસ રહેવાનો છે. અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાવાની છે જે માટે બંને ટીમો શહેરમાં આવી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે જેને લઇને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવવાની છે. વર્લ્ડકપની ફાઈનવ મેચ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર G.S મલિકે પત્રકારપરિષદ યોજી હતી. અને જણાવ્યું હતું કે 100થી વધુ વિવિઆઇપી મેચ જોવા માટે આવશે  જેમાં 8 થી વધુ રાજ્યોના સીએમ પણ મેચ જોવા માટે આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન પણ મેચ જોવા માટે આવશે . ભારતીય ઉદ્યોગપતિઓ અને વીવીઆઈપી પણ મેચ જોવા માટે આવવાના હોવાથી  સમગ્ર અમદાવાજમાં પોલસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  અમદાવાદ શહેર પોલીસ કમિશનર G.S મલિકે જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. VVIPની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. NDRF 2, ચેતક કમાન્ડો 2, BDDS ની 6 ટીમ તૈનાત રહેશે 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે જેને લઇને તૈયારીઓ થઇ રહી છે. તો બીજી તરફ આ હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ માટે શહેરમાં અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ 32 હજાર લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ