Ipl auction 2025 :#ipl,#IPL2026,#iplauction,#crickteઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ મીની-પ્લેયર હરાજીનું આયોજન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં કરવામાં આવ્યું છે. હરાજી પહેલાં તમામ 10 IPL ટીમોને પોતાના ખેલાડીઓની રીટેન્શન યાદી 15 નવેમ્બર પહેલા જ જાહેર કરવી હતી. રીટેન્શન યાદી ટૂંક સમયમાં જાહેર થશે, પરંતુ તે પહેલાં જ IPL ટ્રેડિંગ વિન્ડોમાં મોટાં નામોના હાઇલાઇટેડ ટ્રાન્સફર જોવા મળ્યા છે.

Ipl auction 2025 :સંજુ સેમસનનો હાઈ-પ્રોફાઇલ ટ્રેડ — IPLનું સૌથી ચર્ચિત મૂવ
આ વખતનો સૌથી મોટો અને ચર્ચિત ટ્રેડ રહ્યો છે સંજુ સેમસનનો ટ્રાન્સફર. રાજસ્થાન રોયલ્સે તેમના સ્ટાર કેપ્ટન સંજુ સેમસનને *₹18 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)*ને ટ્રેડ કર્યો છે.

બદલામાં CSK તરફથી રાજસ્થાને બે મોટા નામો મળ્યા—
• રવિન્દ્ર જાડેજા (₹14 કરોડ)
• સેમ કરન (₹2.4 કરોડ)

આ ટ્રેડથી IPL 2026 પહેલાંનું સૌથી મોટું સંતુલન બદલાયું છે કારણ કે ત્રણેય ખેલાડીઓ તેમની ટીમોમાં સ્તંભ સમાન હતા.
Ipl auction 2025 :શાર્દુલ ઠાકુરનો મુંબઈ ઇન્ડિયન્સ તરફ સસ્તામાં ટ્રાન્સફર
લખનઉ સુપર જાયન્ટ્સે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ₹2 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સાથે ટ્રેડ કર્યો છે.
આ ટ્રેડ MI માટે બાઉલિંગના વિકલ્પો વધારે મજબૂત કરશે.
ગુજરાતથી મુંબઈ — શેરફેન રધરફોર્ડનું ટ્રેડિંગ
ગુજરાત ટાઇટન્સે વેસ્ટ ઇન્ડિયન હાર્ડ-હિટર શેરફેન રધરફોર્ડને ₹2.6 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સને ટ્રેડ કર્યો છે. MI ફરી એક વખત મિડલ ઓર્ડરમાં ફાયરપાવર વધારવા મજબૂત ખેલાડીઓ ઉમેર્યું છે.
Ipl auction 2025 :અર્જુન તેંડુલકર અને મોહમ્મદ શમી પણ બદલ્યા રંગ

ટ્રેડિંગ વિન્ડોમાં બે મોટા નામો પણ હેડલાઈનમાં રહ્યા—
• અર્જુન તેંડુલકર (₹30 લાખ) — મુંબઈ ઇન્ડિયન્સથી લખનઉ સુપર જાયન્ટ્સ
• મોહમ્મદ શમી (₹10 કરોડ) — સનરાઇઝર્સ હૈદરાબાદથી લખનઉ સુપર જાયન્ટ્સ
મોહમ્મદ શમી જેવા સિનિયર પેસરના આવવાથી LSGની બોલિંગ લાઈનઅપ વધુ પ્રભાવી બનશે.
મયંક માર્કંડેનો MIમાં વાપસી

સ્પિનર મયંક માર્કંડે (₹30 લાખ) કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR)થી પાછો મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રેડ થયો છે. યુવા સ્પિનર માટે આ એક મોટો મોકો ગણાય છે, કારણ કે તે પહેલાં પણ MI જ તેની પ્રથમ IPL ટીમ રહી છે.
Ipl auction 2025 :નીતિશ રાણા અને ડોનોવન ફરેરા — ડબલ દિશામાં મોટો બદલાવ
• નીતિશ રાણા (₹4.2 કરોડ) રાજસ્થાન રોયલ્સથી દિલ્લી કેપિટલ્સમાં ટ્રેડ થયો છે.
• ડોનોવન ફરેરા (₹1 કરોડ) દિલ્લી કેપિટલ્સથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ થયો છે.
આ દિશામાં બંને ટીમોએ પોતાના મધ્યક્રમને મજબૂત ફાયદાકારક મૂવ કર્યા છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
PM Modi:ડેડિયાપાડામાં કેસરિયા સાફામાં પીએમ મોદીની એન્ટ્રી દેવમોગરા માતાના દર્શન કર્યા.




