Interstate GST Racket: GST કૌભાંડનો પર્દાફાશ 1550 કરોડના ફેક ITC રેકેટમાં બે માસ્ટરમાઈન્ડ જેલભેગા, 7 રાજ્યોમાં ફેલાયેલું હતું જાળું

0
136
Interstate GST Racket
Interstate GST Racket

Interstate GST Racket: દેશભરમાં ફેલાયેલા અંદાજે રૂ. 1,550 કરોડના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો સુરત DGGI (ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તપાસનીશ એજન્સીએ નેટવર્કના બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. આ કૌભાંડ અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધી ફેલાયેલું હતું, જેમાં બોગસ પેઢીઓ બનાવી સરકારને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો હતો.

Interstate GST Racket

Interstate GST Racket: ઓપરેશનની મુખ્ય વિગતો

  • ધરપકડ: આ સિન્ડિકેટના બે મુખ્ય સંચાલકોને 15 જાન્યુઆરી અને 12 એપ્રિલ, 2026ના રોજ ઝડપી લેવામાં આવ્યા છે.
  • વ્યાપ: ગુજરાત સહિત અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા જેવા 7 રાજ્યોમાં આ નેટવર્ક સક્રિય હતું.
  • પદ્ધતિ (Modus Operandi): કૌભાંડીઓ વાસ્તવિક માલ કે સેવાની આપ-લે કર્યા વિના માત્ર કાગળ પર પેઢીઓ બનાવી ખોટા બિલિંગ કરતા હતા અને ‘સુઓ મોટુ’ ITC જનરેટ કરતા હતા.

Interstate GST Racket: ડેટા એનાલિસિસથી ખૂલ્યું ‘લેયરિંગ’નું રહસ્ય

તપાસની કડી અરુણાચલ પ્રદેશમાં નોંધાયેલા કેટલાક શંકાસ્પદ GST નંબરોથી મળી હતી. PAN કાર્ડ લિંકેજ અને આધુનિક ડેટા એનાલિસિસની મદદથી અધિકારીઓએ શોધી કાઢ્યું કે આરોપીઓ ટેક્સ ઓથોરિટીને ગેરમાર્ગે દોરવા માટે લેયરિંગ’ પદ્ધતિ વાપરતા હતા.

શું છે લેયરિંગ? દાખલા તરીકે, માત્ર એક જ ચેઈનમાં રૂ. 126 કરોડની ITCને 3 થી 4 અલગ-અલગ સ્તરોમાં ફેરવવામાં આવતી હતી, જેથી ટેક્સ અધિકારીઓ તેના મૂળ ઉદભવ સ્થાન (Source) સુધી પહોંચી ન શકે.

Interstate GST Racket: રદ થયેલા GST નંબરનો દુરુપયોગ

આ ગેંગ એવી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરતી હતી જે કાં તો રદ થઈ ગયા હોય અથવા જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. સુરત DGGI દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.

ધરપકડ કરાયેલા બંને આરોપીઓ બનાવટી પેઢીઓના રજીસ્ટ્રેશનથી લઈને રિટર્ન ફાઈલિંગ અને તમામ કમ્પ્લાયન્સ હેન્ડલ કરતા હતા. હાલમાં આ રેકેટમાં જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ અને વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈરાન-અમેરિકા ડીલ કેમ અટકી? હોર્મુઝની સુરંગો અને ન્યુક્લિયર પ્રોગ્રામ બન્યા અવરોધ; જાણો શું છે પૂરી કહાની