INSAT-3DS : આજે ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પોતાનો નવો વેધર સેટેલાઇટ INSAT-3DS લોન્ચ કરશે. આ લોન્ચિંગ GSLV F14 રોકેટ દ્વારા કરવામાં આવનાર છે, જેને ‘Naughty Boy’ પણ કહેવામાં આવે છે. આજે સાંજે 5:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) શનિવારે (17 ફેબ્રુઆરી) ના રોજ હવામાનની ચોક્કસ માહિતી આપતો ઉપગ્રહ લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. GSLV Mk II રોકેટ દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. તે ઉડાન ભર્યા પછી લગભગ 20 મિનિટ પછી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સ્થાપિત થશે.
1 જાન્યુઆરી 2024ના રોજ PSLV-C58/EXPOSAT મિશનના પ્રક્ષેપણ પછી 2024નું આ ISROનું બીજું મિશન છે. આ INSAT-3D સિરીઝની સાતમી ઉડાન હશે. આ સિરીઝનો છેલ્લો ઉપગ્રહ, INSAT-3DR, 8 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
ISROના અધ્યક્ષ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, 10 નવેમ્બર 2023થી INSAT-3DSના વાઇબ્રેશન ટેસ્ટ શરૂ થયા હતા. તે 6-ચેનલ ઈમેજર અને 19-ચેનલ સાઉન્ડર દ્વારા હવામાન સંબંધિત માહિતી આપશે. સાથે જ સર્ચ અને રેસ્ક્યૂ માટે ગ્રાઉન્ડ ડેટા અને મેસેજ પણ રિલે કરશે.
INSAT-3DS શું કરશે?
2274 કિગ્રાનો ઉપગ્રહ, એકવાર કાર્યરત થયા પછી, પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગોને સેવા આપશે.
51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ એડેડ સર્ચ અને રેસ્ક્યૂ ટ્રાન્સપોન્ડર લઈ જશે. જેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, અગ્નિ, ધુમાડો, જમીન અને મહાસાગરોના અભ્યાસ માટે કરવામાં આવશે.
સેટેલાઇટ લોન્ચિંગથી હવામાન વૈજ્ઞાનિકો ઘણા જ ખુશ છે. હવે તેમને હવામાન સંબંધિત સચોટ માહિતી મળશે. છેલ્લે આ સિરીઝનો સેટેલાઈટ INSAT-3DR વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
ISROના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, 10 નવેમ્બર 2023થી INSAT-3DSની ટેસ્ટિંગ શરૂ થઈ હતી. INSAT-3DSમાં 6 ચેનલ ઈમેઝર અને 19 ચેનલ સાઉન્ડર લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેને હવામાનની સચોટ જાણકારી આપવામાં સરળતા રહેશે.
INSAT-3DSનું વજન 2274 કિલોગ્રામ છે. જ્યાં તે પોતાની કક્ષામાં પહોંચીને સ્થાપિત થઈ જશે. INSAT-3DSને 51.7 મીટર લાંબા રોકેટથી મોકલવામાં આવી રહ્યો છે. તેમાં ઈમેઝર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઈટ એડેડ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટ્રાન્સપોન્ડર એડ છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे