INDvsENG :  ભારત મજબુત સ્થિતિમાં, ઇગ્લેન્ડને આપ્યો 557 રનનો ટાર્ગેટ   

0
129
INDvsENG
INDvsENG

INDvsENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે અને ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં બેટિંગ પૂર્ણ કરી દીધી છે, ભારતે ઇગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો છે, ભારત તરફથી શાનદાર રીતે યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી છે, જયારે સરફરાજ ખાને અણનમ 68 રન બનાવ્યા હતા.   

INDvsENG

INDvsENG  : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આજે (18 ફેબ્રુઆરી) સ્પર્ધાનો ચોથો દિવસ છે. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતે ચાર વિકેટે 430 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે અણનમ 214 રન બનાવ્યા હતા. જયારે સરફરાજ ખાને અણનમ 68 રન બનાવ્યા હતા,  ચોથા દિવસની શરૂઆતમાં શુભમન ગીલ સદી ચુક્યો હતો અને 91 રને રન ઓઉટ થયો હતો.

    

INDvsENG

તમને જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રન પર સમેટાઈ ગયો હતો. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મોટી લીડ મળી હતી.

INDvsENG : બીજા દાવમાં ભારતની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ કેટલાક જોરદાર શોટ ફટકાર્યા, જો કે, તે પોતાની ઇનિંગ્સને વધુ આગળ લઈ શક્યો ન હતો અને 19 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ત્રીજા દિવસે ચાના સમય પહેલા રોહિત જો રૂટના બોલ પર LBW આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે મળીને ભારતીય ટીમની કમાન સંભાળી.

INDvsENG

INDvsENG  : યશસ્વીએ 122 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી 104 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. યશસ્વી મેદાન છોડ્યા બાદ રજત પાટીદાર ક્રિઝ પર આવ્યો હતો, જોકે રજત કંઈ ખાસ કરી શક્યો ન હતો, તે ખાતું ખોલાવ્યા વિના ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. આ પછી ગિલ અને કુલદીપે ત્રીજા દિવસે ભારતને વધુ નુકસાન થવા દીધું ન હતું. ત્રીજા દિવસે ભારતે બે વિકેટે 196 રન બનાવ્યા હતા.

INDvsENG : શુભમન ગીલ શતક ચુક્યો

INDvsENG

ચોથા દિવસની રમતમાં ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. શુભમન ગિલ અને કુલદીપ યાદવે મળીને લગભગ એક કલાક સુધી ઇંગ્લિશ બોલરોને પરેશાન કર્યા હતા. એવું લાગતું હતું કે ગિલ તેની સદી પૂરી કરશે પરંતુ કુલદીપ યાદવ સાથેની ગેરસમજને કારણે તે રનઆઉટ થયો હતો. ગિલે 151 બોલમાં 91 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

INDvsENG

ગિલના આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં સદી ફટકાર્યા બાદ જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જો કે આ દરમિયાન ભારતે કુલદીપ યાદવની વિકેટ પણ ગુમાવી દીધી હતી જે રેહાન અહેમદના બોલ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને મળીને ભારતને ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે આજનો અડધો દિવસ અને આવતીકાલનો અંતિમ દિવસમાં ઇગ્લેન્ડ કેવી રીતે રમત રમે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे