IndiGo Pilot :  વિમાનમાં પાયલટ સાથે મારામારી, વિડીઓ વાયરલ  

0
378
IndiGo Pilot
IndiGo Pilot

IndiGo Pilot : ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે પાઈલટ પર હુમલો કર્યો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   એરક્રાફ્ટ પાઇલટ ફ્લાઇટના વિલંબને લઈને જાહેરાત કરી રહ્યો હતો જેના કારણે પેસેન્જર ગુસ્સે થઈ ગયો અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે.

1 33

IndiGo Pilot : વીડિયોમાં પીળા રંગનું જેકેટ પહેરેલ એક વ્યક્તિ અચાનક પાયલટ તરફ જાય છે અને તેને મુક્કો મારે છે. આ ઘટના પછી એર હોસ્ટેસ જોર જોરથી ચીસો પાડવા લાગે છે. આ ઘટના દિલ્હીથી ગોવા જતી  (IndiGo Pilot) ઈન્ડિગો ફ્લાઈટ (6E-2175)માં બની હતી. તમને જણાવી દઈએ કે ફ્લાઇટમાં મોડું થવાથી પેસેન્જર ગુસ્સે હતો જેના કારણે તેણે પાઇલટ પર ગુસ્સો કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકો હવે વ્યક્તિની ધરપકડની માંગ કરી રહ્યા છે.

IndiGo Pilot :FDTLનું ઉલ્લંઘન, દિલ્હી પોલીસ કરશે કાર્યવાહી

એવું માનવામાં આવે છે કે એરક્રાફ્ટના પ્રારંભિક ક્રૂએ FDTL એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશનનું ઉલ્લંઘન કર્યું હતું, એટલે કે વિમાનનો પાયલટ સ્ટાફ મોડો પડ્યો હતો,  જેના કારણે નવા પાઇલોટ્સ એરક્રાફ્ટમાં આવ્યા અને જાહેરાતો કરવાનું શરૂ કર્યું. અત્રે નોંધનીય છે કે ફ્લાઇટ પહેલેથી જ નોંધપાત્ર રીતે લેટ હતી.

3

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને દિલ્હી પોલીસે કહ્યું કે અમે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીશું. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, એવિએશન સિક્યુરિટી એજન્સીએ વાયરલ વીડિયોના સંબંધમાં તપાસ શરૂ કરી છે.

6

IndiGo Pilot  :ફ્લાઈટ મોડી દોડી, મુસાફરોની મુશ્કેલી વધી

નોંધનીય છે કે ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હીને દેશના બાકીના ભાગો સાથે જોડતી ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હી એરપોર્ટે ગાઢ ધુમ્મસના કારણે ચેતવણી પણ આપવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો

LATHTHAKAND : હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ ?