ભારે ખેંચતાણ વચ્ચે ભારતીય શેર બજાર ફ્લેટ બંધ

0
67

સેન્સેક્સમાં માત્ર ૫.૪૧ પોઈન્ટના વધારા સાથે ૬૨,૭૯૨.૮૮ પર ફ્લેટ બંધ

નિફ્ટી માત્ર ૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮,૫૯૯ પર બંધ

6 જૂન, ૨૦૨૩ મંગળવાર એટલે કે, ચાલુ સપ્તાહના બીજા ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજાર ફ્લેટ બંધ થયું હતું. BSE સેન્સેક્સમાં માત્ર ૫.૪૧ પોઈન્ટનો જ વધારો થયો હતો. સેન્સેક્સ ૬૨,૭૯૨.૮૮ પર ફ્લેટ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ માત્ર ૫.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮,૫૯૯ પર બંધ થયું હતું. શરૂઆતમાં ફ્લેટ બજાર સેલિંગ પ્રેશરના કારણે મોટાભાગે રેડ ઝોનમાં રહ્યું હતું, જોકે ત્યારબાદ નીચલા મથાળે થોડી લેવાલી રહ્યા બાદ સ્ટોક માર્કેટ નજીવા વધારા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારો અને અમેરિકાના નબળા આર્થિક સંકેતોના પગલે ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલીનું જોર વધ્યું છે.