Home Desh Indian politics: કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ , ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા...

Indian politics: કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ , ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધું ‘મૌન વ્રત’?ShashiTharoor #OperationSindoor

0
515

Indian politics: કોંગ્રેસમાં ફરી આંતરિક ફૂટ? શશી થરૂરનું ‘મૌન વ્રત’ ચર્ચામાં કાઠી ગયું

લોકસભામાં આજે ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા થવાની છે. આ ચર્ચાની શરુઆત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ વતી રાહુલ ગાંધી, ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડા, પરિણીતી શિંદે, શફી પરમ્બિલ, મણિકમ ટાગોર અને રાજા બરાડ પોતાનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસના શશી થરૂર પાર્ટી વતી આ ચર્ચામાં ભાગ નહીં લે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, તેમણે સ્વેચ્છાએ આ ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.

Indian politics

Indian politics: શશી થરૂરના કોંગ્રેસ સાથેના સંબંધો

કોંગ્રેસના વક્તાઓની યાદીમાં શશિ થરુરનું નામ ન હોવાના પ્રશ્ન પર થરૂરે સંસદ પરિસરમાં માત્ર એટલું જ કહ્યું, ‘મૌન વ્રત…મૌન વ્રત…’ એ પછી ચર્ચાઓનું બજાર ગરમ છે કે, શું થરૂરે પોતે ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો કે પછી તેમને બોલવાની તક નથી આપવામાં આવી. હકીકતમાં થરૂર ‘ઓપરેશન સિંદૂર’ પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ પ્રવાસે ગયા ત્યારથી જ તેમના વિશે રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં મોકલવામાં આવેલા સાત પ્રતિનિધિમંડળોમાંથી એકનું નેતૃત્વ થરુરે કર્યું હતું. એ સમયે એવા સમાચાર આવ્યા હતા કે, કોંગ્રેસ નેતૃત્વ તેમના કાર્યથી ખુશ નથી. 

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, સરકારે આ પ્રતિનિધિમંડળોમાં જવા માટે ચાર નામો માંગ્યા હતા, જે સંદર્ભે ચાર નામો સરકારને આપવામાં આવ્યા હતા. પરંતુ સરકારે તે નામોને અવગણીને શશી થરૂર અને સલમાન ખુર્શીદ વગેરેને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા. જેના કારણે કોંગ્રેસ વધુ ગુસ્સે થઈ ગઈ.

સ્વદેશ પરત ફર્યા બાદ પણ, થરૂર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો સામાન્ય ન થયા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ થરૂરનું નામ લીધા વિના કહ્યું કે, કેટલાક લોકો માટે મોદી પહેલા છે અને દેશ પછી. ખડગેનું આ નિવેદન થરૂરના સરકાર પ્રત્યેના વલણ વિશે હતું.

Indian politics

Indian politics: વહેલા મોડા થરુર ભાજપમાં જોડાઈ શકે છે, રાજકીય વર્તુળોમાં ચર્ચા

રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે, વહેલા મોડા શશી થરૂર ભાજપમાં જોડાઈ જશે. જોકે, ભાજપ કે શશિ થરૂરે અત્યાર સુધી આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ એવી સંભાવના લાગી રહી છે કે, કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા થરૂર ભાજપમાં જોડાઈ શકે છે. એટલે જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો મુદ્દો આવ્યો, ત્યારે થરૂરનું નામ વક્તાઓમાં હશે કે નહીં તે અંગેની પણ અટકળો શરૂ થઈ ગઈ. પરંતુ હવે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, તેના તરફથી ચર્ચામાં કોણ ભાગ લેશે. થરૂરનું નામ આ વક્તાઓમાં નથી. 

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Indian politics: કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ , ઓપરેશન સિંદૂર પર ચર્ચા પહેલા શશી થરૂરે કેમ લીધું ‘મૌન વ્રત’?ShashiTharoor #OperationSindoor
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે