India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કાવાર આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો તરફથી મળતા સકારાત્મક સંકેતો બાદ હવે આગામી અઠવાડિયે એક મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર કરારના પહેલા તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે. ત્રણ દિવસીય આ મહત્વપૂર્ણ બેઠક 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન દિલ્હી ખાતે યોજાશે. આ ચર્ચામાં બંને દેશો વચ્ચેના અટકેલા મુદ્દાઓ, ટેરિફ સ્ટ્રક્ચર અને વેપાર અવરોધોમાં ઘટાડા જેવી બાબતો પર ચર્ચા થવાની છે.
India US Trade Deal: ટ્રેડ ડીલ અટકવાનો સૌથી મોટા કારણ હતા
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી મુદ્દે લગાવવામાં આવેલો 25% રિસીપ્રોકલ ટેરિફ, જેને વધારીને 50% કરવામાં આવ્યો હતો. આના કારણે ચર્ચાઓ લાંબા સમયથી સ્થગિત હતી. જોકે, સપ્ટેમ્બર માસમાં અમેરિકન અધિકારીઓની ભારત મુલાકાત બાદ સ્થિતિ ફરી સકારાત્મક બની છે. હવે આ બીજો મહત્વપૂર્ણ પ્રવાસ છે, જે ડીલને આગળ ધપાવી શકે છે.

India US Trade Deal: છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને અમેરિકા બંને તરફથી હકારાત્મક સંકેતો મળ્યા છે.
ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, “જલ્દી જ અમે એક સારી ડીલ લોક કરવા જઈ રહ્યા છીએ.” તેમજ ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ પણ ડીલ અંગે આશાવાદી છે. ભારત તરફથી જણાવાયું છે કે, આ ડીલથી ભારતીય નિકાસકારોને સીધો લાભ મળશે અને દ્વિપક્ષીય વેપારમાં નવો વેગ મળશે.
આગામી સપ્તાહની આ બેઠક બંને દેશો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અનેક વર્ષોથી અટકેલી ટ્રેડ ડીલ પર હવે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે, જે ભારત–અમેરિકા વેપાર સંબંધોને નવા સ્તર પર લઈ જશે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Patidar Leaders Unite:પાટીદાર શક્તિનું એકીકરણ: ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાના વિખવાદનો અંત




