India Russia Space Friendship: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) નુ મિશન 2030–31 સુધી પૂર્ણ કરશે. ત્યારબાદ અંતરિક્ષ ક્ષેત્રમાં એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળશે. રશિયા અને ભારત બન્ને દેશો હવે પોતાના ભવિષ્યના સ્પેસ સ્ટેશનોને એક જ ઓર્બિટ, 51.6° ઝૂકાવવાળી કક્ષામાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કક્ષા હાલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની છે.

રશિયન અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોયે દિલ્હીની મુલાકાત દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત આવ્યા હતા. બકાનોએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેનું અંતરિક્ષ સહકાર હવે નવી ઊંચાઈએ પહોંચશે.
રશિયાનું નવું સ્પેસ સ્ટેશન એનર્જિયા સેન્ટર દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે અને તેનું લૉંચિંગ 2028 સુધી શક્ય છે. જ્યારે ભારતનું ભવિષ્યનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) ઇસરો દ્વારા 2035 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
India Russia Space Friendship: સ્પેસ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં રાખવાથી ઘણા ફાયદા મળશે.

- બન્ને દેશોના અંતરિક્ષયાત્રીઓ સરળતાથી એકબીજાના સ્ટેશન પર અવરજવર કરી શકશે.
- વૈજ્ઞાનિક સંશોધનોમાં સાંઘિક સહકાર વધશે.
- કોઈ ઇમર્જન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે બન્ને સ્ટેશનો એકબીજાને મદદરૂપ બની શકશે.
અંતરિક્ષમાં આ ભાગીદારી દર્શાવે છે કે પાણી, જમીન અને આકાશ પછી હવે અંતરિક્ષમાં પણ ભારત–રશિયાની મિત્રતા નવી દિશા મેળવવા જઈ રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
India US Trade Deal: ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર?3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક,




