ભારત અને પાકિસ્તાન વચ્ચે લાગુ કરાયેલ યુદ્ધવિરામ જોખમમાં #indopaktension #sizfire #induswater #NuclearLeak

0
131

યુદ્ધવિરામ જોખમમાં – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાનના નવ આતંકી સ્થળોનો નાશ કર્યો હતો. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

પીએમ મોદીએ કહ્યું હતું પાણી અને લોહી સાથે વહી શકે નહીં

જોકે, શનિવારે બંને દેશો અચાનક યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા હતા. બંને દેશોના ડીજીએમઓની સોમવારે યોજાયેલી બેઠકમાં આ યુદ્ધવિરામને ઔપચારિક મહોર પણ વાગી ગઈ છે.

યુદ્ધવિરામના બે જ દિવસમાં પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો

ત્યારે હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક બડાઈ મારતા કહે છે કે તેમનું સૈન્ય જમીન અને હવા બંને જગ્યાએ ભારત સામે લડવા સક્ષમ છે. જોકે ડારે ભારત સામે પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાનો પાકિસ્તાને વિચાર કર્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. ઈશાક ડાર આટલેથી જ અટક્યા નહીં.

યુદ્ધવિરામ જોખમમાં

પીએમ મોદીના ‘પાણી અને લોહી એક સાથે વહી ના શકે’ નિવેદનના સંદર્ભમાં ઈશાક ડારે કહ્યું કે, સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે લાગુ કરાયેલ યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી બેઠકમાં સિંધુ જળ કરાર અંગે ચર્ચા થવી જોઈએ.

સિંધુ જળ સંધિ રોકવા સામે વિરોધ નોંધાવ્યો

પાણી કરારનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો તેને પાકિસ્તાન સામે યુદ્ધ ગણવામાં આવશે. એટલું જ નહીં, પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો પ્રાદેશિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે. ડારે કહ્યું કે જો કાશ્મીર મુદ્દો ઉકેલાશે નહીં તો કાયમી શાંતિ પણ મુશ્કેલ બનશે.

પાણી વિના યુદ્ધવિરામ નહીં ચાલે : પાકિસ્તાનની શેખી

ભારત સામે પરમાણુ હુમલાની તૈયારીનો વિદેશ મંત્રીએ કર્યો ઈનકાર

જમીન અને હવા બંને જગ્યાએ ભારત સામે લડવા સક્ષમ હોવાનો દાવો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાગુ કરાયેલ યુદ્ધવિરામ જોખમમાં #indopaktension #sizfire #induswater #NuclearLeak