#IndiaPakistanWar #india #pakistan ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ-પાર્સલ સેવાઓ પર તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે,
જેમાં ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગોથી આવતા તમામ શ્રેણીના ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત સ્તરે ચાલુ હતું. જોકે, ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી, પાકિસ્તાને થોડા સમય માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી હતી, જે બાદમાં ત્રણ મહિના પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ હવે, ભારત સરકારે હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનમાં તમામ પ્રકારની પોસ્ટલ-પાર્સલ સેવાઓ પર ભારતનો પ્રતિબંધ
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા
ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ





Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE