ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે

0
382
ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે
ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે

અમદાવાદમાં ભારત – પાકિસ્તાન મેચનો ક્રેઝ બરાબરનો જામ્યો છે. ક્રિકેટ રસિકો જેમજેમ મેચની તારીખ નજીક આવતી જય છે તેમતેમ અનેક પ્રકારની તૈયારીઓ કરીને મેચ જોવાની વ્યવસ્થા કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું ધમાકેદાર ઓપનીંગ થવાની ચાહકોને આશા હતી પરંતુ ક્રિકેટ ચાહકો પ્રથમ મેચ વખતે નારાજ થયા હતા કારણકે ભવ્ય સેરેમની જોવા મળી ન હતી પરંતુ સમાચાર મળી રહ્યા છેકે ચાહકોને માટે ખાસ મ્યુઝીકલ સેરેમની ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચના મુકાબલામાં જોવા મળશે સાથે મેચનો જે ઉત્સાહ છે તેમાં બમણો વધારો પણ જોવા મળશે. ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે દર્શકોએ ટીકીટો પહેલેથીજ બુક કરાવી લીધી છે અને તંત્ર પણ સજ્જ છે તમામ વ્યવસ્થાઓને લઈને ત્યારે વધુ એક સારા સમાચાર ભારત પાકિસ્તાન મેચને લઈને આવતા ચાહકોમાં ખુશીનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક ખાસ કાર્યક્રમમાં લાઈટ શો , ડાન્સ પર્ફોમન્સ અને ગાયક અરજીત સિંહ પર ચાહકો માટે મનોરંજન કરશે.

આ પ્રસંગે સચિન તેંદુલકર, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટીકીટ આપવામાં આવી છે અને તેમને ખાસ આમંત્રણ આપ્યું છે. આ સમાચાર મળતાની સાથે જ ચાહકોમાં ભારત પાકિસ્તાનને લઈને જે ઉત્સાહ હતો તેમાં વધારોતો થયો જ છે પરંતુ અમદાવાદીઓ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચ્યુક્યા છે અને જેઓને ટીકીટ નથી મળી તેઓએ પોતાના ઘરે જ મિત્રો સાથે , સોસૈતીના સભ્યો સાથે અને મલ્ટીપ્લેક્ષમાં મોટા સ્ક્રીનમાં ક્રિકેટ મેચ જોવાનો રોમાંચક અનુભવ કરશે સાથે મ્યુઝીકલ સેરેમનીનો આનંદ પણ લેશે.

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચની દુશ્મની જૂની અને નવી પેઢીમાં યથાવત છે અને બંને દેશોના ચાહકો મેચને લઈને પણ ઉત્સાહિત છે . વલ્ડ કપમાં ભારતની ટીમનો દબદબો રહ્યો છે. સાત વખત ભારત પાકિસ્તાન સાત વખત મેચો રમી છે અને તમામ મેચમાં ભારત તમામ મેચમાં જીત મેળવી છે. GCAના જનરલ સેક્રેટરી અનીલ પટેલના જણાવ્યા મુજબ ગોલ્ડન ટીકીટ ધારકો રમત જોવા અને દર્શકોનો ઉત્સાહ વધારવા સ્ટેડીયમમાં હજાર હશે. અને ભારત પાકિસ્તાન મેચની તમામ રોમાંચક પળોને દર્શકો સાથે માણશે.

ભારત પાકિસ્કેતાન મેચમાં લેભાગુ તત્વોએ પણ વહેતી ગંગામાં જાણે હાથ ધોવાની ગણતરીએ ડુપ્લીકેટ ટીકીટો પણ વેચીને અનેક ક્રિકેટ પ્રેમીનોને ચૂનો લગાડ્યો છે . ખોટી ટીકીટો પધરાવવાની ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓની ફરિયાદો પણ ઉઠી છે. પણ જયારે ભારત પાકિસ્તાન મેચ હોય ત્યારે આ પ્રથમ વાર નથીકે ટીકીટો કાળા બજારમાં ઊંચા ભાવે વેચાતી હોય, માત્ર બે હજારની ટીકીટ પણ 22 હજારના ભાવે ખરીદનારા છે અને આનો લાભ ઉઠાવીને સસ્તા ભાવમાં ટીકીટ આપવાની લાલચ આપીને 10 પંદર હજાર રૂપિયા ઓછા કરીને પણ નકલી ટીકીટ આપનારા સક્રિય થયા છે.તેનાથી પણ સાવધાન રહેવું .