India Pakistan Conflict Risk in 2026:CFR રિપોર્ટમાં દાવો: ભારત-પાકિસ્તાન વચ્ચે 2026માં સંઘર્ષની શક્યતા

0
136
India Pakistan
India Pakistan

India Pakistan Conflict Risk in 2026:દુનિયાભરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે દક્ષિણ એશિયા માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. અમેરિકાની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક **કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR)**એ તેના વાર્ષિક રિપોર્ટ **‘Conflict to Watch in 2026’**માં આગાહી કરી છે કે વર્ષ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સશસ્ત્ર સંઘર્ષ સર્જાઈ શકે છે.

રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાને ‘મધ્યમ’ (Moderate Likelihood) શ્રેણીમાં રાખવામાં આવી છે. CFRનું માનવું છે કે કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અને સરહદ પારથી થતા હુમલા બંને પરમાણુ શક્તિસંપન્ન દેશોને લશ્કરી ટકરાવ તરફ ધકેલી શકે છે. જો આવી સ્થિતિ સર્જાય છે, તો તેની અસર માત્ર દક્ષિણ એશિયા સુધી સીમિત નહીં રહે, પરંતુ અમેરિકાના વ્યૂહાત્મક હિતો પર પણ ગંભીર અસર પડી શકે છે.

India Pakistan Conflict Risk in 2026

India Pakistan Conflict Risk in 2026:પાકિસ્તાન માટે બેતરફી સંકટ

રિપોર્ટમાં પાકિસ્તાન માટે બેવડો ખતરો દર્શાવવામાં આવ્યો છે. એક તરફ ભારત સાથે સતત તણાવ, અને બીજી તરફ અફઘાનિસ્તાન સાથેની તેની લગભગ 2,600 કિમી લાંબી ડુરાન્ડ લાઇન પર સંઘર્ષની આશંકા. તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદો, તેમજ આતંકવાદી જૂથોને આશ્રય આપવાના આરોપોને લઈને ચાલતો તણાવ 2026માં વધુ લોહિયાળ સ્વરૂપ લઈ શકે છે, એવી ચેતવણી આપવામાં આવી છે.

India Pakistan Conflict Risk in 2026:મે 2025ના ‘મિની યુદ્ધ’નો ઉલ્લેખ

download 3 5

CFRના રિપોર્ટમાં મે 2025માં થયેલા ચાર દિવસના ભારત-પાકિસ્તાન સંઘર્ષનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ‘મિની યુદ્ધ’ તરીકે વર્ણવાયું છે. આ દરમિયાન બંને દેશોએ એકબીજા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર (PoK)માં આતંકવાદી ઢાંચાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો ભય

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા CFRએ ચેતવણી આપી છે કે જો સમયસર રાજનૈતિક પ્રયત્નો અને તણાવ ઘટાડવાના પગલાં નહીં લેવાય, તો 2026માં દક્ષિણ એશિયા એક મોટા સંઘર્ષનું કેન્દ્ર બની શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાન સંબંધોમાં થતો કોઈપણ લશ્કરી ઉછાળો વૈશ્વિક સ્તરે પણ ગંભીર અસર ઊભી કરી શકે છે.

આ પણ વાંચો :Major Defence Push:રાષ્ટ્રીય સુરક્ષાને મોટો વેગ: ત્રણેય સેના માટે ₹79,000 કરોડના પ્રસ્તાવો મંજૂર