India largest mall : અમદાવાદીઓ ખુશ થઇ જાઓ, તમારા શહેરમાં વધુ એક મોટો મોલ આવી રહ્યો છે, જે આખા ભારતમાં સૌથી મોટો મોલ હશે. ગુજરાતમાં હાલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે, જેમાં અનેક ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટ ગુજરાતમાં અનેક મોટી જાહેરાતો કરી રહ્યા છે. જેમાં યુનાઈટેડ આરબ અમીરાતના ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ અમદાવાદમાં મોટો મોલ સ્થાપશે.

India largest mall : અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે લુલુ ગ્રુપ કંપની રૂ. 4,000 કરોડનું રોકાણ કરશે. લુલુ ગ્રુપના માર્કેટિંગ અને રિલેશનશિપ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વી નંદકુમારે વાઈબ્રન્ટ ગુજરાતમાં જણાવ્યું હતું કે, આ વડાપ્રધાનનું મહાન વિઝન છે. તેમણે 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. આ એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. લોકો અહીં ઉદારતાથી રોકાણ કરવા આવે છે અને NRI પણ આવી રહ્યા છે. અમે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બાંધવા જઈ રહ્યા છીએ. અમે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 4 ,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી કરીશું.
કોચી અને લખનૌ પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. આનાથી રાજ્યમાં 6,000 લોકોને પ્રત્યક્ષ રીતે અને 12,000 થી વધુ લોકોને પરોક્ષ રીતે રોજગાર મળશે. નંદકુમારે કહ્યું, ‘આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે.’

India largest mall : 300થી વધારે નેશનલ અને ઈન્ટરનેશન બ્રાન્ડ હશે!
અમદાવાદ સ્થિત શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર, IMAX સાથેનું 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણા આકર્ષણો હશે. તમને જણાવી દઈએ કે દુબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં યોજાયેલા યુએઈ રોડ શો દરમિયાન લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલનું રૂ. 4,000 કરોડનું રોકાણ તેનું પરિણામ છે.
India largest mall : અમદાવાદ બનશે ભારતનું સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન્સ?

નંદકુમારે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય અમદાવાદને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક બનાવવાનો છે અને તેમાં કોઈ શંકા નથી કે આ શોપિંગ મોલ ભારત અને વિદેશમાં દરેક માટે એક માઈલસ્ટોન ડેસ્ટિનેશન બની રહેશે.
India largest mall : લુલુ ગ્રુપ 23 દેશમાં કરે છે બિઝનેસ
ઉલ્લેખનીય છે કે, લુલુ ગ્રુપ મુખ્યત્વે મધ્ય પૂર્વ, એશિયા, યુએસ અને યુરોપમાં સ્થિત 23 દેશોમાં બિઝનેસ કરે છે. તેનું વાર્ષિક ટર્નઓવર 8 બિલિયન ડોલર છે. જેનો સ્ટાફ ફોર્સ 60,000 થી પણ વધુ છે.
તમે આ પણ વાંચી શકો છો
વડાપ્રધાન મોદીની ડ્રીમ સિટી ‘ગિફ્ટ સિટી’ને નવી ગિફ્ટ, પ્રથમ ડબલ ડેકર શરૂ