T20 World Cup : ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, રોહિતનું સપનું પૂરું; વિરાટની નિવૃત્તિની જાહેરાત

0
271
T20 World Cup : ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, રોહિતનું સપનું પૂરું; વિરાટની નિવૃત્તિની જાહેરાત
T20 World Cup : ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, રોહિતનું સપનું પૂરું; વિરાટની નિવૃત્તિની જાહેરાત

T20 World Cup : ભારત ફરી એકવાર ક્રિકેટનું વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી લીધી છે. ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાનો ચોકર્સ ટેગ હટાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે કોઈ મેચ હાર્યા વિના ટ્રોફી જીતી હોય.

T20 World Cup : ભારતનો ચોથો વર્લ્ડ કપ

T20 World Cup
T20 World Cup

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો છે. 2007માં પહેલીવાર એમએસ ધોનીની ટીમે આ ફોર્મેટમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ પણ જીત્યો છે. પહેલી વાર 1983માં અને બીજી વાર 2011માં. જો ICC ટ્રોફીની વાત કરીએ તો ભારતને આ ટ્રોફી 13 વર્ષ બાદ મળી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને બીજી વખત વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય છે. રોહિત શર્મા 2007ની T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં હતો, પરંતુ કોહલી નહોતો. કોહલી 2011ની ચેમ્પિયન ટીમ સાથે હતો, પરંતુ રોહિત નહોતો.

પંડ્યાએ છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી શનિવારે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ પછી સાઉથ આફ્રિકા 169 રન પર જ સિમિત રહી અને ટ્રોફી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં આફ્રિકન ટીમને માત્ર 8 રન બનાવવા દીધા હતા. આ રીતે ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતી.

T20 World Cup ની ફાઇનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ખોટો સાબિત થવા લાગ્યો, જ્યારે ભારતે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 9, સૂર્યકુમાર યાદવ 3 અને ઋષભ પંત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. આ પછી કેપ્ટન રોહિત શર્માએ અક્ષર પટેલને પાંચમાં નંબર પર પ્રમોટ કર્યો હતો. આ જુગાર કામ કરી ગયો. અક્ષરે 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 4 સિક્સ અને એક ફોર ફટકારી હતી.

વિરાટે અંત સુધી લીડ જાળવી રાખી

અક્ષર પટેલની આ ઇનિંગે વિરાટ કોહલીને તે પાર્ટનર આપ્યો જેની તે રાહ જોઈ રહ્યો હતો. કોહલીએ એક છેડો પકડી રાખ્યો હતો અને 59 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી. આ સમય દરમિયાન, તેણે અક્ષર સાથે 72 રનની ભાગીદારી કરી અને ભારતને 100 રનથી આગળ લઈ ગયો. કોહલી પરિસ્થિતિ અનુસાર પોતાની રમતમાં ફેરફાર કરતો રહ્યો. શરૂઆતમાં તેણે માર્કો યાનસેનની એક ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ભારતે ઝડપથી વિકેટ ગુમાવી ત્યારે કોહલીએ પોતાની રમત બદલી નાખી. ત્યારબાદ તેણે એક છેડે બાજી સંભાળી લીધી અને ભારતને 100 રનથી આગળ લઈ ગયા. પોતાની ફિફ્ટી પૂરી કર્યા બાદ વિરાટે ફરીથી ઝડપથી રન બનાવ્યા. જ્યારે વિરાટ 19મી ઓવરમાં આઉટ થયો ત્યારે 163 રન થઈ ચૂક્યા હતા.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો