India Brazil Strategic Leap: વૈશ્વિક મંચ પર ‘ગ્લોબલ સાઉથ’ના બે સૌથી મોટા લોકતંત્રો ભારત અને બ્રાઝિલ વચ્ચેના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા ભારતના રાજકીય પ્રવાસે છે, જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ લુલા વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વની દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ છે, જેમાં સંરક્ષણ, અવકાશ અને ઉર્જા ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.

India Brazil Strategic Leap: ભારતમાં પ્લાન્ટ ખોલશે એરોસ્પેસ કંપની ‘એમ્બ્રેયર’
આ મુલાકાતની સૌથી મોટી જાહેરાત બ્રાઝિલની વિશ્વવિખ્યાત એરોસ્પેસ કંપની એમ્બ્રેયર (Embraer) ને લઈને છે. રાષ્ટ્રપતિ લુલાએ સંકેત આપ્યો છે કે આ કંપની ભારતમાં પોતાનો પ્લાન્ટ ખોલશે. આ પગલાથી ભારતના સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રને મોટો વેગ મળશે. લુલા તેમની સાથે 260 ઉદ્યોગપતિઓનું મોટું પ્રતિનિધિમંડળ લઈને આવ્યા છે, જે બંને દેશો વચ્ચેના વેપારને હાલના 15 અબજ ડોલરથી વધારીને 30-40 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

India Brazil Strategic Leap: ચીન પર નિર્ભરતા ઘટાડવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ ડીલ
આ બેઠકમાં સૌથી મહત્વનો કરાર ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સ પર થવાની સંભાવના છે.
- હેતુ: ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી, રિન્યુએબલ એનર્જી અને હાઇ-ટેક ઉદ્યોગો માટે જરૂરી લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા ખનિજો માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવી.
- ભાગીદારી: ભારતીય કંપની ‘કાબિલ’ (KABIL) બ્રાઝિલમાં રોકાણ કરશે, જ્યારે ભારત પોતાની રિફાઇનિંગ ટેકનોલોજી બ્રાઝિલ સાથે શેર કરશે.

India Brazil Strategic Leap: ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ
રાષ્ટ્રપતિ લુલાએ પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે ભારત અને બ્રાઝિલ ગ્લોબલ સાઉથના નેતા તરીકે વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડી શકે છે. બંને નેતાઓ વચ્ચે એઆઈ (AI), ફાર્મા, અને સંયુક્ત સંશોધન જેવા વિષયો પર પણ ગહન ચર્ચા થવાની છે.
લુલા 18 થી 22 ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આજે મોદી સાથેની મુલાકાત બાદ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળશે. આવતીકાલે 22 ફેબ્રુઆરીએ તેઓ દક્ષિણ કોરિયાના સિઓલ જવા રવાના થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




