તુર્કી બાદ બાંગ્લાદેશ આર્થિક ફટકો ભારતે લીધા પગલા #indiabangladesh #india #importexport #bangladeshimport #indiaexport

0
28

બાંગ્લાદેશ આર્થિક ફટકો #indiabangladesh #india #importexport #bangladeshimport #indiaexport – બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ડ્રેગન સાથે મિત્રતા વધારતા ચીનમાંથી ભારત વિરુદ્ધ નિવેદન કર્યું હતું. તેમણે પૂર્વોત્તર ભારતને લેન્ડલોક વિસ્તાર ગણાવી બંગાળની ખાડીમાં બાંગ્લાદેશનું પ્રભુત્વ હોવાનો દાવો કર્યો હતો. જોકે, ત્યાર પછી પહેલગામમાં આતંકી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારતે ચાર દિવસના ઘર્ષણમાં પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. બંને દેશ વચ્ચે હવે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે ત્યારે ભારતે બાંગ્લાદેશને નિશાન બનાવ્યું છે. બાંગ્લાદેશે ભારત સામે બાંયો ચઢાવતા ભારતે ભારતીય બંદરો પર બાંગ્લાદેશી માલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વર્ષ 2020માં બાંગ્લાદેશને અપાયેલી ટ્રાન્સશિપમેન્ટની સુવિધા 9 એપ્રિલે પાછી ખેંચી લીધા પછી ભારતે હવે આ નિર્ણય લીધો છે. ભારતીય બંદરો પર બાંગ્લાદેશથી આયાત થતા વસ્ત્રો અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનો સહિતની અનેક ચીજો પર શનિવાર, 17 મેના રોજ પ્રતિબંધ મૂકાયો છે. જેના પગલે ભારતે બાંગ્લાદેશમાંથી જમીન માર્ગે આયાત થતા 42 ટકા માલ પર અસર થશે જ્યારે વસ્ત્રો, પ્લાસ્ટિક અને ફૂડ જેવા 77 કરોડ ડોલરના મૂલ્યના માલ-સામાન પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.

પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશ પર ભારતનો પ્રહાર બાંગ્લાદેશ આર્થિક ફટકો

બાંગ્લાદેશી માલના ભારતીય બંદરોમાં પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ

ડ્રેગન સાથેની મિત્રતા બાંગ્લાદેશને મોંઘી પડી

ભારતમાં જમીન માર્ગે આયાત થતા 42 ટકા માલ પર અસર થશે

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ શનિવારે દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રોની આયાત હવે ફક્ત બે બંદરો, ન્હાવા શેવા અને કોલકાતા બંદર સુધી મર્યાદિત રહેશે, જ્યારે અન્ય તમામ ભૂમિ બંદરોથી આયાત પર પ્રતિબંધ રહેશે. અર્થ સ્પષ્ટ છે કે હવે બાંગ્લાદેશ જમીન બંદરને બદલે ફક્ત દરિયાઈ બંદર દ્વારા નિકાસ કરી શકશે. ડીજીએફટીના નિર્દેશમાં જણાવાયું છે કે ફળો, ફળોના સ્વાદવાળા કાર્બોરેટેડ પીણાં, નાસ્તા, ચિપ્સ અને કન્ફેક્શનરી તેમજ કપાસનો કચરો, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગો અને લાકડાના ફર્નિચર જેવી ઘણી વસ્તુઓ સહિત પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આ માટે, બાંગ્લાદેશથી આવતા શિપમેન્ટને ચાંગરાબંધા અને ફુલબારી સ્થિત કોઈપણ લેન્ડ કસ્ટમ્સ સ્ટેશન (LCS) અથવા ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) દ્વારા આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, માછલી, LPG, ખાદ્ય તેલ માટે મુક્તિ આપવામાં આવી છે. આ ફેરફારોનો અમલ તાત્કાલિક અસરથી કરાયો છે.

ભારતે બાંગ્લાદેશ માટે માત્ર કોલકાતા-ન્હાવા શેવા બંદરો ખુલ્લા રાખ્યા

પૂર્વોત્તરના રાજ્યો-પશ્ચિમ બંગાળમાં જમીન માર્ગે માલના પ્રવેશ પર પ્રતિબંધ

વસ્ત્રો, પ્રોસેસ્ડ ફૂડ, કાર્બોરેટેડ પીણાં સહિતના સામાન પર થશે અસર

ભારતના આ પગલાથી બાંગ્લાદેશને મોટો આર્થિક ફટકો પડશે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે લગભગ 93 ટકા વેપાર જમીન બંદરો દ્વારા થતો હતો, પરંતુ ભારતના નવા પગલાથી બાંગ્લાદેશી ઉત્પાદનો ફક્ત કોલકાતા અથવા મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર દ્વારા જ આવી શકશે અને તેની સીધી અસર બાંગ્લાદેશી નિકાસના ખર્ચમાં વધારા તરીકે જોવા મળશે. ઉદાહરણ તરીકે આ સમજવા માટે, વૈશ્વિક કાપડ ક્ષેત્રના મુખ્ય ખેલાડી બાંગ્લાદેશે 2023 માં $38 બિલિયનના રેડીમેડ વસ્ત્રોની નિકાસ કરી હતી, જેમાં ભારતમાં $700 મિલિયનનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ છે કે ભારતની કાર્યવાહીથી તેને મોટું નુકસાન થવાનું છે.

ભારતના નિર્ણયથી બાંગ્લાદેશને મોટો આર્થિક ફટકો બાંગ્લાદેશ આર્થિક ફટકો

બાંગ્લાદેશ-ભારતનો 93 ટકા વેપાર જમીન બંદરો પરથી થતો હતો

બાંગ્લાદેશનો નિકાસ ખર્ચ વધશે બાંગ્લાદેશ આર્થિક ફટકો

bangladesh india import export,bangladesh india news,bangladesh india,bangladesh india relations,bangladesh india war,bangladesh india trade,bangladesh india agreement,bangladesh india army,બાંગ્લાદેશ ભારત,ભારત અને બાંગ્લાદેશ,ભારત બાંગ્લાદેશ ના સમાચાર,ભારતની સાથે બાંગ્લાદેશ,બાંગ્લાદેશ ભારત દેશ,બાંગ્લાદેશ આર્થિક ફટકો,બાંગ્લાદેશને આર્થિક ફટકો,

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

Table of Contents