Ind vs SA T-20  : ઓસ્ટ્રેલિયા બાદ હવે આફ્રિકાનો વારો ! આજથી T-20ની શરૂઆત

6
194
Ind vs SA T-20
Ind vs SA T-20

Ind vs SA T-20 : ઓસ્ટ્રેલિયાને 4 -1 થી  કચડ્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ  T20, ટેસ્ટ અને ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચી છે. બંને ટીમો વચ્ચેના પ્રવાસની શરૂઆત ટી-20 મેચથી થશે. પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમવાની છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઉતરશે. આવતા વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપ છે (Ind vs SA T-20) અને આવી સ્થિતિમાં તે પહેલાની દરેક મેચ મહત્વપૂર્ણ બની રહી છે.

ઓસ્ટ્રેલિયા બાદ હવે આફ્રિકાનો વારો

વન-ડે વિશ્વકપ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલીયાને 4-1 થી કચડી નાખ્યું હતું, અને હવે ભારતીય ક્રિકેટ ટીમ આફ્રિકા પહોંચી છે, જ્યાં ટી-20, વન-ડે અને ટેસ્ટ સીરીઝ રમશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ત્રણેય ફોર્મેટ માટે ત્રણેય ટીમના કેપ્ટન અલગ અલગ રાખવામાં આવ્યા છે, ટી-20 સીરીઝ (Ind vs SA T-20) માટે સૂર્યકુમાર યાદવને ટીમ ઇન્ડીયાની કમાન સોંપવામાં આવી છે, જયારે વન ડે મેચની કપ્તાની કે.એલ. રાહુલ કરશે જયારે ટેસ્ટ ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે.

આજથી ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 મેચથી આફ્રિકા પ્રવાસની શરૂઆત કરશે.

Ind vs SA T 20

           

  • T20 શ્રેણીની પ્રથમ મેચ ક્યારે થશે? | first match of the T20 series

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind vs SA T-20) વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બર  એટલે કે  રવિવારે રમાશે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે શરૂ થશે. પરંતુ ભારતીય સમય અનુસાર તે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

ટોસ મેચના અડધો કલાક પહેલા એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે થશે. આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની કપ્તાની એઈડન માર્કરામના હાથમાં છે.

Ind vs SA T 20 2

  • T-20 મેચ લાઈવ ક્યાં જોવા મળશે ? | Where can T-20 match be seen live?

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind vs SA T-20) વચ્ચેની પ્રથમ T20 મેચ ક્યાં લાઈવ જોવા મળશે, તો એનો જવાબ છે  આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. અહીં તમે હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી જોઈ શકો છો.

જો આપણે લાઇવ સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ, તો તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર બતાવવામાં આવશે. મોબાઈલ યુઝર્સ કોઈપણ પ્લાન વગર પણ ફ્રીમાં મેચ જોઈ શકે છે.

qsvnotcj

ટી-20 માટે ભારતની ટીમ (TEAM INDIA)

ટી-20 માટે દક્ષિણ આફ્રિકાની ટીમ (TEAM AFRICA)

યશસ્વી જયસ્વાલ

ઓટનીલ બાર્ટમેન,

શુભમન ગિલ

મેથ્યુ બ્રેત્ઝકે

રુતુરાજ ગાયકવાડ

આન્દ્રે બર્જર

તિલક વર્મા

ગેરાલ્ડ કોએત્ઝી

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)

એઇડન માર્કરામ (કેપ્ટન)

રિંકુ સિંહ

ડોનોવન ફરેરા

શ્રેયસ ઐયર

રીઝા હેન્ડ્રીક્સ

ઈશાન કિશન (વિકેટકીપર)

માર્કો જેન્સન

જીતેશ શર્મા (વિકેટકીપર)

હેનરિક ક્લાસેન

વોશિંગ્ટન સન

કેશવ મહારાજ

રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન)

ડેવિડ મિલર

રવિ બિશ્નોઈ

બ્યુરાન હેન્ડ્રીક્સ

કુલદીપ યાદવ

એન્ડીલે ફેહલુકવાયો

અર્શદીપ સિંહ

સેન્ટ શૈબ્રુસ્તાન

મોહમ્મદ સિરાજ

ટ્રિજ્યુબ્સ

મુકેશ કુમાર

લિઝાદ

દીપક ચહર

વિલિયમ્સ

IPL 2024 મીની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે, શેડ્યૂલ ટૂંક સમયમાં રિલીઝ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.