IND vs SA 2nd Test match :  આજે કરો યા મરો, આ સ્ટેડીયમમાં ભારત કદી મેચ જીત્યું નથી  

0
650
IND vs SA 2nd Test match
IND vs SA 2nd Test match

IND vs SA 2nd Test match  : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં ટૂંક સમયમાં મેચ શરુ થવા જઈ રહી છે. ફાસ્ટ બોલર આવેશ ખાનને ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.જયારે બીજીબાજુ ડીન એલ્ગર બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશિપ કરશે. તે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી રહ્યો છે, તેણે સિરીઝની પહેલાં જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. પ્રથમ ટેસ્ટમાં ઈજાના કારણે ટેમ્બા બાવુમા બીજી ટેસ્ટ રમી રહ્યો નથી, તેના સ્થાને એલ્ગર કમાન સંભાળશે.

 

IND vs SA 2nd Test match


IND vs SA 2nd Test match :  જમણા હાથના ઝડપી બોલર આવેશ ખાનને બીજી ટેસ્ટના પ્લેઇંગ-11માં પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને તક મળી શકે છે. પ્રસિદ્ધ પ્રથમ ટેસ્ટમાં મોંઘો સાબિત થયો હતો, તે માત્ર એક જ વિકેટ મેળવી શક્યો હતો. બીજી તરફ, આવેશે ઈન્ડિયા-A તરફથી રમતા સાઉથ આફ્રિકા-A સામે 5 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને હવે તેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ind vs sa test

IND vs SA 2nd Test match  :  જાડેજાનો પ્લેઇંગ-11માં પણ સમાવેશ થઈ શકે છે


ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાને પણ તક આપી શકે છે. ઈજાના કારણે જાડેજા પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. તેની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક મળી પરંતુ તે બેટ અને બોલ બંનેથી પ્રભાવ પાડી શક્યો નહીં. જાડેજા પ્રથમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ જ ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, તેથી તેને આજે તક મળી શકે છે.

IND vs SA 2nd Test match :  કોત્ઝી અને બાવુમા સાઉથ આફ્રિકા તરફથી નહીં રમે


સાઉથ આફ્રિકાનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાના કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં. ટીમમાં તેની જગ્યાએ ઝુબેર હમઝાને તક મળી શકે છે. ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોત્ઝી પણ ઈજાગ્રસ્ત છે, પ્લેઇંગ-11માં તેની જગ્યાએ લુન્ગી એન્ગિડીનો સમાવેશ થઈ શકે છે.

ind vs sa

IND vs SA 2nd Test match  : બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન/રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના/આવેશ ખાન.

સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, ટોની ડીજ્યોર્જ, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, ઝુબેર હમઝા, કાયલ વેરીયન (વિકેટકીપર), માર્કો યાન્સેન, કાગીસો રબાડા, લુન્ગી એન્ગિડી, નાન્દ્રે બર્ગર.

તમે આ પણ વાંચી શકો છો

ADANI :  અદાણીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત