IND vs AUS Final : બાપ કા..દાદા કા..ભાઈ કા..સબકા બદલા લેગા તેરા યાર ઉદય સહારન…આવતીકાલે U-19 વિશ્વકપની ફાઈનલ

0
294
IND vs AUS Final
IND vs AUS Final

યાદ છે ને એ 19 નવેમ્બરની એ તારીખ,,,,જયારે 135 કરોડ કરોડના દિલ તૂટ્યા હતા, વિશ્વકપ 2023ની એ ફાઈનલ મેચ જેમાં દરેક ભારતીય રડ્યો હતો.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇન્ડીયા અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ફાઈનલ મેચ ભારત હારી ગયું હતું, એ દિવસ, એ તારીખ ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી શકશે, ત્યારે નિયતિએ એ દિવસનો બદલો લેવા ફરીવાર એક તક આપી છે,,, આવતીકાલે રવિવારે અન્ડર 19 વિશ્વકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાવા જઈ રહી છે, જે દરેક ભારતીય જીતવા માંગે છે અને એ 19 નવેમ્બરની હારનો બદલો લેવા માંગે છે.           

IND vs AUS Final

IND vs AUS Final, U19 World Cup 2024:  અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો 11 ફેબ્રુઆરીએ સામસામે ટકરાશે. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે બંને ટીમો ટાઈટલ માટે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ભારતીય ટીમ રેકોર્ડ 5 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

IND vs AUS Final

IND vs AUS Final :તમે લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો?

IND vs AUS Final : ભારતીય ચાહકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકશે. આ સિવાય તમે Disney Plus Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, તમે Disney Plus Hotstar પર અન્ય ઘણી ભાષાઓમાં ટાઇટલ મેચનો આનંદ માણી શકશો. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

IND vs AUS Final

IND vs AUS Final : ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, આયરલેન્ડ, અમેરિકા, ન્યુઝીલેન્ડ, નેપાળ અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. આ રીતે ભારતીય ટીમે ટૂર્નામેન્ટની સતત 6 મેચ જીતી છે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાને 48.5 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 9 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ પહેલા ભારતીય ટીમે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.

IND vs AUS Final

IND vs AUS Final : તો હવે તમે તૈયાર થઇ જાઓ,,, આવતીકાલની એ મેચ માટે જે તમારા દુખ.. દર્દ.. પીડા પર મલ્હમ લગાવાનું કામ કરશે.. યાદ છે ને એ ડાયલોગ… બાપ કા..દાદા કા… ભાઈ કા…સબકા બદલા લેગા તેરા યાર  ફેઝલ….. બસ બદલો લેવાનો સમય આવી ગયો છે.

  

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने