ભારત પાકિસ્તાન મેચમાં કાળા બજારિયાઓ બેફામ , એક લાખમાં ટીકીટ વેચાઈ

2
93
ભારત પાકિસ્તાન મેચમાં કાળા બજારિયાઓ બેફામ , એક લાખમાં ટીકીટ વેચાઈ
ભારત પાકિસ્તાન મેચમાં કાળા બજારિયાઓ બેફામ , એક લાખમાં ટીકીટ વેચાઈ
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

અમદાવાદમાં ભારત – પાકિસ્તાન મેચનો ક્રેઝ બરાબરનો જામ્યો છે. ક્રિકેટ રસિકો જેમજેમ મેચની તારીખ નજીક આવતી જય છે તેમતેમ અનેક પ્રકારની તૈયારીઓ કરીને મેચ જોવાની વ્યવસ્થા કરી છે. મોટા સ્ક્રીન પર મેચ જોવા સોસાઈટીમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચની ટીકીટો શરૂઆતમાં જ ચપોચપ વેચાઈ ચુકી છે. બે દિવસ પહેલા 14 ટીકીટો જયારે ઓનલાઈન વેચાણ BCCI દ્વારા કરવામાં આવ્યું ત્યારે પણ માત્ર બે કલાકમાં બધીજ ટીકીટો વેચાઈ ગઈ હતી. ભારત પાકિસ્તાન મેચ માટે હમેશા ટશન જોવા મળે છે. ચાર હજારની ટીકીટનો ભાવ 40 થી 50 હજારમાં વેચાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત વિદેશથી આવેલા દર્શકોને 10 હજારની ટીકીટ એક લાખ રૂપિયામાં વેચાણ થઇ રહ્યું છે તે જાણીને ક્રિકેટ રસિકો અચંબિત થયા હતા. હવે મેચના માત્ર ત્રણન દિવસ બાકી છે ત્યારે કાળા બજારિયાઓ હજી પણ પાંચ થી દસ હજાર તુપિયા વધારીને ટીકીટ વેચી રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. ટીકીટની કાળા બાજરી ભલે થાય પણ ક્રિકેટના ચાહકો ખાસ કરીને ભારત પાકિસ્તાન મેચને લઈને ઉત્સાહિત છે અને કોઈ પણ ભોગે સ્ટેડીયમમાં મેચ જોવા મારે ટીકીટ ખરીદી રહ્યા છે.

કેટલાક લેભાગુ તત્વોએ પણ વહેતી ગંગામાં જાણે હાથ ધોવાની ગણતરીએ ડુપ્લીકેટ ટીકીટો પણ વેચીને અનેક ક્રિકેટ પ્રેમીનોને ચૂનો લગાડ્યો છે . ખોટી ટીકીટો પધરાવવાની ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓની ફરિયાદો પણ ઉઠી છે. પણ જયારે ભારત પાકિસ્તાન મેચ હોય ત્યારે આ પ્રથમ વાર નથીકે ટીકીટો કાળા બજારમાં ઊંચા ભાવે વેચાતી હોય, માત્ર બે હજારની ટીકીટ પણ 22 હજારના ભાવે ખરીદનારા છે અને આનો લાભ ઉઠાવીને સસ્તા ભાવમાં ટીકીટ આપવાની લાલચ આપીને 10 પંદર હજાર રૂપિયા ઓછા કરીને પણ નકલી ટીકીટ આપનારા સક્રિય થયા છે.

કેટલાક ક્રિકેટ રસિકો સાથે થયેલા અનુભવ પ્રમાણે આઠ હજારની રકમ ઓછી હોવાથી ટીકીટ ખરીદી હતી. કયું આર કોડ સ્કેન કરીને જયારે રૂપિયા ટ્રાન્સફર થયા ત્યારે ખ્યાલ આવ્યોકે છેતરપીંડી થઇ છે. આ પ્રકારે ગઠીયાઓએ અનેક લોકોને વિવિધ સોસીઅલ મીડિયા માં સક્રિય થઈને ટીકીટ વેચવાનો ગોરખ ધંધો કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

એક તરફ ભારત પાકિસ્તાન મેચને કારણને દુનિયાભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સ્ટેડીયમ બહાર પણ લોકો રોજગારી મેળવવા આવનારા દર્શકો પાસેથી ઉંચી કીમતે ખાદ્ય પદાર્થો અને ક્રિકેટને લગતી સામગ્રી વેચી રહ્યા છે.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

2 COMMENTS

Comments are closed.