સૌરાષ્ટ્રમાં શ્રીકાર , જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા

0
190
સૌરાષ્ટ્રમાં શ્રીકાર , જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા
સૌરાષ્ટ્રમાં શ્રીકાર , જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના ૧૬૩ જેટલા તાલુકાઓમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે . દક્ષીણ ગુજરાતના જીલ્લાઓ સુરત, વલસાડ,તાપી, નવસારીમાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આભ ફાટ્યું છે. સુત્રાપાડામાં 22.5 ઇંચ અને વેરાવળમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. કોડીનારમાં 6.5 ઇંચ વરસાદ, ઉપલેટા,ધોરાજીમાં ભારે વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું છે. જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

સૂત્રાપાડા અને વેરાવળમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

સૂત્રાપાડા અને વેરાવળમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના-મોટા વાહનો પાણીમાં ડૂબી ગયા ગયા છે. ભારે વરસાદને કારણે વેરાવળની તમામ શાળાઓ, કોલેજો અને ટયુશન કલાસીસમાં રજા જાહેર કરાઇ છે.
સમગ્ર રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે મધ્યગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ મેઘ મહેર યથાવત છે. મહીસાગર જીલ્લાના લુણાવાડામાં ભારે વરસાદના કારણે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના તમામ મુખ્ય બજાર સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થતા શહેરીજનોનની મુશ્કેલીમાં વધારો થયો છે.

નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થતા શહેરીજનોનની મુશ્કેલીમાં વધારો થયો છે.

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે . રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ યથાવત છે ત્યારે વહેલી સવારે અમદાવાદના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વિઝીબીલીટી ઘટી છે. આપને જવાની દઈએ કે હવામાંન વિભાગ દ્વારા અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેરાવળમાં ભારે વરસાદ થતાજ શહેરમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાના મોટાભાગના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર કલાકમાં વાપીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.