રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ચૂકી છે. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી અને રોડ રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. મનપા કચેરી ખાતે પણ સ્થાનિકો આ પહેલા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયાં હતાં. ઓમકાર સ્કૂલ નજીક પાણી અને રસ્તા મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કરી રસ્તો ચક્કાજામ કર્યો હતો અને ધારાસભ્ય દર્શિતાબેન શાહની કારનો ઘેરાવ કર્યો હતો.સ્થાનિકોએ અનેક વખત આ વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ વિસ્તારમાં મુલાકાતે ગયા હતા તે સમયે ધારાસભ્યની કારનો સ્થાનિક લોકોએ ઘેરાવો કર્યો હતો