નાગાલેન્ડમાં પર્વત પરથી મસમોટા પથ્થરો ગબડીને કાર પર પડ્યા

0
56
In Nagaland, huge boulders from the mountain fell on the car
In Nagaland, huge boulders from the mountain fell on the car

નાગાલેન્ડમાં પર્વત પરથી મસમોટા પથ્થરો ગબડીને કાર પર પડ્યા

પળવારમાં જ કારનો કચ્ચરઘાણ

દુર્ઘટનામાં 2 લોકોનાં મોત, 3 લોકો ગંભીર રીતે ઘાયલ

નાગાલેન્ડમાં પર્વત પરથી મસમોટા પથ્થરો ગબડીને કાર પર પડ્યા હતા. નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના ચુમુકેડિમા ખાતે મંગળવારે ના રોજ ભૂસ્ખલનને કારણે પર્વત પરથી પડેલા વિશાળ ખડકથી રસ્તા પર પાર્ક કરેલી એક કાર લગભગ સંપૂર્ણપણે કચડી ગઈ હતી. નજીકમાં પાર્ક કરેલી અન્ય એક કાર પણ તેની લપેટમાં આવી ગઈ હતી. આંખના પલકારામાં, સામે ઉભેલી બીજી કાર મોટા પથ્થરથી કચડાઈ હતી. જે કાર પર પહેલા પથ્થર પડ્યો હતો, તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો પાંચ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ઘણો ચોંકાવનારો  છે. પોલીસે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ શોક વ્યક્ત કર્યો

આ ભયાનક ઘટના રોડ પર પાછળ ઉભેલા અન્ય વાહનના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, દીમાપુર અને કોહિમા વચ્ચે નેશનલ હાઈવે પર ખડકો પડતાં ગંભીર નુકસાન થયું હતું, જેમાં 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.” આ સ્થળ હંમેશા ‘પાકાલા પહાર’ તરીકે ઓળખાય છે જે ભૂસ્ખલન અને ખડકોના પડવા માટે જાણીતું છે.

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે.

અન્ય એક ટ્વિટમાં, મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું, “રાજ્ય સરકાર કટોકટી સેવાઓ પ્રદાન કરવા માટે તમામ પગલાં લઈ રહી છે.” દરેક મૃતકના નજીકના સંબંધીઓને 4-4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને જરૂરી તબીબી સહાય અને મદદ પૂરી પાડવામાં આવશે.

આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર હાઇવે પર જ્યાં પણ જોખમી સ્થળો છે ત્યાં સુરક્ષા માળખામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર અને નેશનલ હાઇવેઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર કોર્પોરેશન લિમિટેડ સાથે મળીને પ્રયાસો ચાલુ રાખશે.

નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં – સીએમ રિયો

મુખ્ય પ્રધાન રિયોએ કહ્યું કે તે રાજ્યના નાગરિકોના જીવન અને સલામતી સાથે સંબંધિત છે, તેથી સંબંધિત એજન્સીએ જરૂરી સુરક્ષા માળખાકીય સુવિધાઓ ઊભી કરવી પડશે. તેમણે કહ્યું કે દેશમાં ટેકનોલોજીની પ્રગતિ અને ભારત સરકાર પાસે ઉપલબ્ધ સંસાધનો સાથે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ