Bigg Boss 17: લડાઈ દરમિયાન અંકિતાએ વિકી જૈનને મારી લાત, અંકિતાએ કહ્યું; “ભૂલી જાઓ આપણે પરિણીત છીએ”

0
266
Bigg Boss
Bigg Boss

Bigg Boss 17 માં ઘરમાં જેમ-જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ-તેમ ઘરનું ટેમરેચર વધી રહ્યું છે. ઘરમાં ઝઘડાનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ વખતે ફરી વિકેન્ડ વારમાં સલમાન ખાને (Salman Khan) ઘરના સભ્યોનો  ક્લાસ લઇ લીધો. Bigg Boss 17 માં અંકિતા અને વિકી વચ્ચે પણ દરરોજ ઝઘડો થાય છે. હવે નવા પ્રોમોમાં, બિગ બોસ વિસ્તારમાંથી એક વ્યક્તિને ટ્રાન્સફર કરે છે અને તે છે વિકી જૈન. બિગ બોસ તેને દિલના ઘરમાંથી બહાર કાઢીને મગજના ઘરમાં મોકલે છે.

Bigg Boss

પ્રોમોમાં Bigg Boss કહેતા સાંભળી શકાય છે કે, “કહાનીનો નવો વળાંક તમારી સામે છે.” આ પછી ખબર પડી કે હવેથી વિકી મગજ સાથે પડોશમાં જ રહેશે. બિગ બોસ ઘરના સભ્યોને એક સંદેશ પણ મોકલે છે, જેમાં લખ્યું છે, “જો મેં વિકી ભૈયાને મારા મગજના ઘરે ન મોકલ્યો હોત તો હું બીજું શું કરી શકત.” આ પછી, Bigg Boss અંકિતાને પજવે છે અને હેરાન કરતા પૂછે છે કે “તે આટલી ઉદાસ કેમ છે.” જેના માટે તે પ્રેમમાં પડ્યો હતો તે ત્યાં ડાન્સ કરી રહ્યો છે અને ખૂબ ખુશ છે.

જોકે, પાછળથી જ્યારે વિકી અંકિતાને સમજાવવા આવે છે ત્યારે અંકિતા ચિડાઈ જાય છે. તેણી કહે છે. “હું લાત મારીશ. ચાલ અહીંથી. તમે ખરેખર સ્વાર્થી અને મૂર્ખ છો. તારી સાથે રહીને મારું નસીબ ખરેખર બગડ્યું. ભૂલી જાવ કે અમે પરિણીત છીએ. આજથી તું અલગ છે, હું અલગ છું. તું જ સાચ્ચો હતો હંમેશા.. એકદમ ચાલક, તે મારો ઉપયોગ કર્યો છે. પ્લીઝ અહીંથી ચાલ્યા જાવ.” આ પછી વિકી અંકિતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અંકિતા તેની વાત સાંભળતી નથી.