સોની બજારમાં સોના – ચાંદીના ચળકાટ પર ઈઝરાઈલ – હમાસ યુદ્ધની અસર

0
483
સોના - ચાંદીના ચળકાટ પર ઈઝરાઈલ - હમાસ યુદ્ધની અસર
સોના - ચાંદીના ચળકાટ પર ઈઝરાઈલ - હમાસ યુદ્ધની અસર

ઈઝરાઈલ -હમાસ સંઘર્ષ સતત ચાલુ છે અને અગાઉ રશિયા – યુક્રેન યુદ્ધ પણ અટક્યું નથી ત્યારે વિશ્વભરમાં અલગ અલગ વેપાર ધંધામાં તેવી અસર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે તેને તો અસર થઇ જ છે પરંતુ હવે સોની બજારમાં પણ તહેવાર વખતે જ જાણે મંદીનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના સોની બજારોમાં નવરાત્રી પર અને દશેરા પર સોના ચાંદીનો વેપાર થવાની જે આશા હતી તેના પર પાણી ફરી વળ્યું છે. યુધ્ધને લીધે સોનાના ભાવમાં પણ વધારો સતત જોવા મળી રહ્યો છે. જેણે કારણને સોની બજારોમાં ખરીદી પર અસર જોવા મળી અને સોના ચાંદીનો ચળકાટ મોંઘોદાટ થયો છે. યુદ્ધ ચાલુ રહેતા ભાવમાં વધારો થઇ રહ્યો છે અને યુદ્ધની અસર જોવા મળી . સોનું મોંઘુ થયું છે અને વેપારીઓની ચિંતામાં વધારો પણ થયો છે. દિવાળીના તહેવારોની ઉજવણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીઓને સોના ચાંદીના વેપારમાં ઘટાડો થવાની આશંકા પણ વધી છે. સોની બજારોના જાણકાર સુત્રો પ્રમાણે સોનું પહેલા 57,000ની સપાટી સુધી નીચે ઉતરેલું હતું . તે હાલ 62 000 હજારની નજીક પહોંચી ગયું છે. જેણે કારણે વિજય દશમીના પર્વ પર સોનાની ખરીદીમાં અસર જોવા મળી. એકજ પખવાડીયામાં 10 ગ્રામે 5700 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળતા જ દિવાળી પૂર્વે સોનાના ભાવ ઘટશે તેવી આશાએ ઘણા પરિવારોએ સોનું ખરીદવાનું મૌકુફ રાખ્યું છે.

F9Q8LHvbcAATb8s

સોની બજારના વેપારીઓનું કહેવું છેકે પખવાડિયા પહેલા ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યારે આશા હતી કે દશેરાના સમયમાં ખરીદીમાં વધારો થશે પરંતુ ઈઝરાઈલ , હમાસ સંઘર્ષ શરુ થતાજ 10 ગ્રામે રૂપિયા 5700નો વધારો જોવા મળ્યો . અને આ તોતિંગ વધારાની અસર દશેરા વખતે વેપાર ઓછો થતા જ વેપારીઓએ અનુભવ કર્યો કે યુદ્ધની અસર શરુ થઇ છે.

ગુજરાતમાં દશેરા અને દિવાળીના પર્વમાં સોનું ખરીદવા પરિવારો આયોજન કરતા હોય છે ખાસ કરીને દિવાળી બાદ લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને અનેક પરિવારોમાં લગ્ન પ્રસંગનું આયોજન દિવાળી બાદ કરવામાં આવે ત્યારે સોનું ખરીદવા માટે દિવાળી અને દશેરા પર ધસારો જોવા મળતો હોય છે પરંતુ 10 ટકાનો તોતિંગ વધારો થતા દશેરા પર ખરીદી ફિક્કી રહી.

વેપારીઓનું કહેવું છે કે જો આજ પરિસ્થિતિ યથાવત રહી તો દિવાળી પર સોની બજારમાં માંડી જોવા મળશે તે નક્કી છે.