જો આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો…હોઈ શકે છે ડેન્ગ્યું

0
192

સમગ્ર દેશમાં ડેન્ગ્યુંના કેસમાં ઝડપથી વધારો થયો છે. તે વચ્ચે 16 મે ના રોજ નેશનલ ડેન્ગ્યૂ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ડેન્ગ્યૂનો તાવ ડેન્ગ્યૂ વાયરસથી સંક્રમિત એડિઝ મચ્છરના કરડવાથી ફેલાય છે, તેના લક્ષણો સામાન્યથી લઈને ગંભીર પણ હોઈ શકે છે. કેટલાક કેસમાં તો આ તાવ જીવલેણ પણ બને છે. ડેન્ગ્યૂની શરૂઆત વધારે તાવ, માથું દુઃખવું, આંખમાં દર્દ, સાંધા અને માંસપેશીમાં દર્દ, થાક લાગવો, જીવ ગભરાવવો, ઉલ્ટી થવી, સ્કીન પર લાલ ચકામા થવા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે દર્દીમાં 3-7 દિવસમાં ગંભીર ડેન્ગ્યૂના લક્ષણો જોવા મળે છે. જેમાં પેટમાં દુઃખાવો થવો, શ્વાસ ચઢવો, સતત ઉલ્ટીઓ થવી, ઉલ્ટીમાં લોહી આવવું, યૂરિનમાં લોહી આવવું, પેઢા અને નાકમાંથી લોહી આવવું, લિવરમાં તકલીફ થવી, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા અને બેચેનીનો અનુભવ થવો. આ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. જેથી જો આવા કઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જરૂરી છે.