વરસાદની સ્થિતિમાં ભારત-ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વિજેતા જાહેર કરાશે
ઇનામી રકમ પણ સરખે ભાગ 6.50-6.50 કરોડ રૂપિયા મળશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવેલમાં 7થી 11 જૂને યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે, આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો વરસાદના કારણે મેચ ડ્રો થાય છે તો વિજેતા કોણ હશે? ઈંગ્લેન્ડમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આઈસીસીએ આ ફાઈનલ માટે વધારાનો દિવસ એટલે કે રિઝર્વ ડે રાખ્યો છે, પરંતુ તે પછી પણ મેચનું પરિણામ નહીં આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા બને છે. આવી સ્થિતિમાં ઇનામી રકમ પણ બંને ટીમોને સરખે ભાગે 6.50-6.50 કરોડ રૂપિયા મળશે.