જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઈઝરાઈલ -હમાસની અસર

0
333
જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઇઝરાયલ -હમાસની અસર
જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઇઝરાયલ -હમાસની અસર

ઈઝરાઈલ અને હમાસની વચ્ચેનો ખટરાગ હવે ચરમસીમાએ છે. જે રીતે હમાસ દ્વારા ઈઝરાઈલ પર અચાનક હુમલાઓ કરવામાં આવ્યા અને અનેક નાગરિકોની નિર્દયી હત્યા કરવામાં આવી ત્યારથી ઈઝરાઈલ સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે. બંને વચ્ચે યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે . ઈઝરાઈલ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર અનેક હવાઈ હુમલા તાબડતોબ કરવામાં આવી રહ્યા છે અનેક નાગરિકોએ હાલ ગાઝા પટ્ટીમાં પોતાના રહેઠાણ ખાલીમ કરીને આશ્રય સ્થાનોમાં રહેવાની ફરજ પડી છે. આતંકી સંગઠનના ઘણા બધા મુખ્ય મથકો અને મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં ઈઝરાઈલી દળોના દાવા અનુસાર હમાસના વાયુસેનાના કમાન્ડર મુહમ્મદ કસ્તાનીની ઓફીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્થળ પરજ તેને મોતને ઘાટ ઉતાર્યો છે. ઈઝરાઈલી દળોની બીજી એક કાર્યવાહીમાં હમાસના નેવલ કમાન્ડર ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઈઝરાઈલી વાયુસેનાની કાર્યવાહીમાં હમાસના મકાની જેવાકે ગુપ્તચર સંસ્થાની ઓફીસ સહિત અન્ય મહત્વની ઓફિ સ સહિત અનેક ધર્મસ્થાનો ઉડાવી દીધા છે અને હજારો હમાસના સમર્થકોને ફૂંકી માર્યા છે.

વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાશે ભારત માટે પણ મુશ્કેલીનો સમય આવી શકે છે

આ ધમાસાણમાં દુનિયાના દેશોમાં તેની અસરો જોવા મળશે જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરો જોવા મળી હતી. દુનિયાના દેશોની નજર ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના ઘર્ષણ પર છે. અમેરિકાએ ઈઝરાઈલની કાર્યવાહીને સમર્થન આપ્યું છે સૈન્ય મદદ કરવાનું જાહેર કરી દીધું છે. ભારત સરકારે પણ ઈઝરાઈલને યોગ્ય ઉકેલ સાથે આગળ વધવાની સલાહ પણ આપી છે. પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે . ગાઝા પટ્ટીમાં એક લાખ સૈનિકો ઇઝરાયેલે ખડકી દીધા છે.

ઇઝરાયેલ અને હમાસ ઘર્ષણમાં દુનિયાના દેશોના શેર માર્કેટમાં ધબડકો જોવા મળ્યો છે અને રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા છે. નિષ્ણાતો મની રહ્યા છેકે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતીયોની દિવાળી બગડશે તે નિશ્ચિત છે. અને મોંઘવારીમાં વધારો થશે. હાલ ભારતમાં મોંઘવારીનો દર જયારે અંદાજે બે ગણો વધી ગયો હોય ત્યારે મોંઘવારીને કારણે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની મોંઘી થશે અને સરવાળે તહેવારોમાં સામાન્ય પરિવારોની મુશ્કેલીમાં વધારો થશે. સેન્સેક્સ , સોનું ચાંદી અને કાચું સોનું આ બધાજ પરિબળોની અસર ભારતીય બજારમાં જોવા મળશે. બંને દેશોના લશ્કરી વિવાદોમાં ભારતીય શેર બજાર સતત નીચે આવશે અને ડામાડોળ જોવા મળશે.

sher bajar

એક તરફ ઈઝરાઈલ દ્વારા ગાઝા પટ્ટીમાં પહોંચતો અનાજ પુરવઠો, વીજળી, અને પાણી બંધ કરવામાં આવ્યું છે. ગાઝા પટ્ટીમાં રહેતા સેંકડો લોકો પરેશાન થયા છે. હવે જોવાનું એ રહે છે કે અર્થશાસ્ત્રીઓના આંકલન મુજબ કેટલો ફટકો ભારતીય ઉપખંડમાં પડશે આવનારા સમયમાં પરંતુ એક વાત નિશ્ચિત છેકે ભારતીયોની દિવાળી ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના ખટરાગમાં બગડશે .