IAF C-130 J Aircraft: વાયુસેનાની આ સિદ્ધિ જોઈ દુશ્મનોની રાતની ઉડી ગઈ ઊંઘ  

0
158
IAF C-130 J Aircraft
IAF C-130 J Aircraft

IAF C-130 J Aircraft:  ભારતીય વાયુસેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. વાયુસેનાએ પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને મધ્ય રાત્રીએ, પર્વતોથી ઘેરાયેલા કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે, ગમે તેવી કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે મોકલી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટના લેન્ડિંગનો રોંચક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

IAF C-130 J Aircraft

IAF C-130 J Aircraft: ભારતીય વાયુ સેનાને એક મોટી સફળતા મળી છે. ભારતીય વાયુ સેનાએ C-130 J સુપર હર્ક્યુલસ વિમાનને રાતના અંધારામાં કારગીલની એરસ્ટ્રીપ પર લેન્ડ કરાવ્યું છે. વાયુ સેના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, પ્રથમ વખત વાયુસેનાના C-130 J એરક્રાફ્ટે કારગીલ એરસ્ટ્રીપ પર રાત્રીના સમયે લેન્ડિંગ કરી છે.

IAF C-130 J Aircraft:   ઇન્ડિયન એરફોર્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે નાઇટ ઓપરેશન દરમિયાન વાયુ સેનાના કમાન્ડોને પણ સુપર હર્ક્યુલસ વિમાનમાં બેસાડીને કારગીલ મોકલવામાં આવ્યો. તે કમાંડો એ ટ્રેનિંગનો ભાગ હતો, જેમાં ઈમરજન્સીના સમય વહેલી તકે માર્ચા પર તૈનાત માટે જઈ શકે છે.

IAF C-130 J Aircraft

IAF C-130 J Aircraft: ભારતીય વાયુ સેનાએ આ વાતની જાણકારી આપતા કહ્યું, ‘પ્રથમ વાર વાયુસેનાના C-130 J એરક્રાફ્ટે કારગીલ એરસ્ટ્રીપ પર રાત્રીના સમયે લેન્ડિંગ કરી છે. આ ટ્રેનિંગ દરમિયાન ટેરેન માસ્કિંગનું કામ કરતા ગરુડ કમાંડો પણ તૈનાત કરવામાં આવ્યા.

IAF C-130 J Aircraft

IAF C-130 J Aircraft: 3000 ફૂટની ઉંચાઈ પર મધ્યરાત્રીએ કર્યું લેન્ડીંગ

IAF C-130 J Aircraft: મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં મધ્યરાત્રીએ સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવું એ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે, સુપર હરક્યુલસ એરક્રાફ્ટ આ લેન્ડિંગ પડકારજનક હવામાનમાં કરવામાં આવ્યું હતું. ધારસુમાં જ્યાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે જગ્યા 3000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

તમે આ પણ વાંચી શકો છો

Ahmedabad : કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રાનું નિવૃત્તિના 6 માસ પૂર્વે અચાનક રાજીનામું