Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટHumanTrafficking, #PharmaCompanyScandal, #GujaratNews

0
1

Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક સામે માનવ તસ્કરીના આક્ષેપ

Pharma Company Human Trafficking Racket: વર્ક વિઝાના નામે વિદેશથી યુવતીઓને લાવીને ગુજરાતમાં માનવ તસ્કરી રેકેટ ચલાવાતું હોવાના આરોપ લગાવામાં આવ્યો છે. જેમાં વિદેશથી બિઝનેસ વિઝા પર લાવી યુવતીઓને ઊંચા પગારે નોકરીની લાલચ આપી હ્યૂમન ટ્રાફિકિંગ, શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. વ્હીસલ બ્લોઅર અજરદાર અને તેમના વકીલ ગૃહરાજ્યમંત્રીને રજુઆત માટે પહોંચ્યા છે. જેમાં માનવ તસ્કરીની ફરિયાદની તપાસ NIAને સોંપવા માટેની માગણી કરી છે.

Human Trafficking Racket

Human Trafficking Racket:રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ

રાજ્યમાં 35 યુવતી સાથે શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ છે. ત્યારે દેશની ટોચની ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પૈકીની રાજ્યની એક કંપનીમાં વિદેશથી બિઝનેસ વિઝા પર ઊંચા પગારે લાવીને યુવતીઓને હ્યૂમન ટ્રાફિકિંગ અને શારીરિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપ વડોદરાના વ્હિસલ બ્લોઅરે કર્યા છે. જેમાં 35 યુવતી સાથે શારીરિક શોષણના બનાવને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દબાવતા હોવાના પુરાવા સાથે NIAને તપાસ સોંપવાની ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડાને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તપાસનો આદેશ અપાયો છે.

Human Trafficking Racket: અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે વડોદરાના વ્હિસલ બ્લોઅરે અગાઉ વડાપ્રધાન, એટર્ની જનરલ, સોલિસિટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ચીફ સેક્રેટરી, એડવોકેટ જનરલ અને રાજ્યના પોલીસ વડાને ઇ-મેલ કર્યો હતો. અગાઉ ફાર્માકંપનીના વિવાદી માલિક પિતા-પુત્ર, અમદાવાદના એફઆરઆરઓ, દિલ્હીની વિઝા સોલ્યુશન કંપનીના માલિક, ચંડીગઢની જોબ હાયરિંગ કંપની તેમજ ફાર્મા કંપનીના એચઆર પ્રેસિડેન્ટ મળી 6 સહિત અન્ય આરોપીઓ આખા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, અમદાવાદની કંપનીમાં હ્યૂમન ટ્રાફિકિંગ ચાલતું હોવાની જાણકારી આપતી અરજી ફરિયાદીએ આપી છે. જેના કાગળો અમદાવાદ પોલીસને મોકલીને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

Human Trafficking Racket
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટHumanTrafficking, #PharmaCompanyScandal, #GujaratNews