પાકિસ્તાનની ટીમ કેવી રીતે સેમિફાઇનલમાં પહોંચશે, વસીમ અકરમે જણાવી અનોખી ફોર્મ્યુલા

1
127
Wasim Akram
Wasim Akram

Pakistan Semifinal scenarios: ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં શ્રીલંકાને (NZ vs PAK) 5 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. જો કે ન્યૂઝીલેન્ડ હજુ સુધી સત્તાવાર રીતે સેમીફાઈનલમાં પહોંચી શક્યું નથી, પરંતુ હવે જે સમીકરણો રચાઈ રહ્યા છે તે જોતા પાકિસ્તાનની ટીમ કે અફઘાનિસ્તાન (Afghanistan) ની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નથી. વાસ્તવમાં, હવે પાકિસ્તાનને ઇંગ્લેન્ડ (#PAKvsENG) ને એટલા માર્જિનથી હરાવવું પડશે જે અશક્ય છે.પાકિસ્તાને ઈંગ્લેન્ડને 287 રનના વિશાળ અંતરથી હરાવવું પડશે, તો જ પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા ખુલી શકે છે.

તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન (Pakistan) ને જે પણ ટાર્ગેટ આપે છે, ટીમ પાકિસ્તાને તેને 3 ઓવરની અંદર હાંસલ કરવાનો રહેશે. જે અશક્ય છે. આ વખતે કુદરતના નિયમો પણ પાકિસ્તાનને સેમીફાઈનલમાં લઈ જઈ શકતા નથી. જોકે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બોલર વસીમ અકરમે (Wasim Akram) પાકિસ્તાનની ટીમને એક અનોખી ફોર્મ્યુલા આપી છે, જેની મદદથી ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

Wasim Akram 1

વસીમે એસ્પોર્ટ્સ (Asports) પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, “હવે પાકિસ્તાન ચોક્કસપણે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ સેમીફાઈનલમાં પહોંચવાનો એક રસ્તો છે અને તે છે ટાઈમ આઉટ દ્વારા.”

પૂર્વ બોલરે કહ્યું કે, જો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચવું હોય તો 500 રન બનાવવાના હોય છે અને જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવવાની હોય ત્યારે તેનો ડ્રેસિંગ રૂમ 20 મિનિટ માટે બંધ કરી દેવામાં છે. જેના કારણે તેના તમામ ખેલાડીઓ ટાઇમ આઉટનો શિકાર બને છે અને પાકિસ્તાન જીતી જાય છે.

(World Cup Semi Final : કોણ ટકરાશે સેમિફાઇનલમાં ભારતની સામે.., જાણો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડનું ગણિત)

તમને જણાવી દઈએ કે વસીમે જો કે આ વાત મજાકમાં કહી હતી.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 નવેમ્બરે મેચ રમાવા જઈ રહી છે. તે જ સમયે, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 નવેમ્બરે મેચ રમાશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે, પાકિસ્તાન પાંચમા સ્થાને છે અને અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાન ટીમનો નેટ રન રેટ +0.036 છે, જ્યારે અફઘાનિસ્તાન ટીમનો નેટ રન રેટ માઈનસમાં છે. ન્યૂઝીલેન્ડ પોઝિટિવ રન રેટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.