બનાસડેરીના ચેરમેન તરીકે શકંર ચૌધરી કેવી રીતે ચૂંટાયા ?

0
140

બનાસડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી બિન હરિફ ચૂંટાયા

ચૂંટણી યોજાતા બિન હરીફ થઇ વરણી

એશિયાની સોથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા છે. તો વાઈસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે બંને અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદે ચૂંટાયા છે. આમ, શંકર ચૌધરી અને ભાવભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૉધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની ટર્મ પુરી થતા  પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૉધરી, બનાસકાંઠા સંસદ પરબત પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સહિત બનાસડેરીના 16 ડિરેક્ટરો માંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી હતી. ત્યારે ઓફિસ ઓફ પ્રોફીટનો કાયદો તેમના ઉપર લાગશે કે કેમ તેને લઇને ચર્ચા શરુ થઇ છે,