ચીને કેવી રીતે શરુ કરી કાકરીચાળો- ભારતે આપ્યો વળતો જવાબ

    0
    58

    ચીન હંમેશા ભારત વિરુદ્ધ કંઈને કંઈક કાંકરીચાળો કરતું રહે છે. પહેલા ચીને અરૂણાચલના 11 સ્થળોના નામો બદલીને વિવાદ ઉભો કર્યો ત્યારબાદ ચીન અરુણાચલ પ્રદેશમાં LAC નજીક તેના બોર્ડર ડિફેન્સ બ્રિગેડના સૈનિકોને ખાસ ફેસઓફ ડ્રિલ ટ્રેનિંગ આપી રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા, તો ફરી ચીને નવો કાંકરીચાળો કરી LAC પર નજર રાખવા નવી કામગીરી શરૂ કરી દીધી છે. મળતા અહેવાલો મુજબ ચીન આખા LAC પર સોલાર પાવર અનમૈંડ સર્વિલન્સ કેમેરા લગાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. ઉપરાંત ચીન મોટી સંખ્યામાં ઈન્ફ્રારેડ અને થર્મલ કેમેરાથી LAC પર નજર રાખવાની તૈયારીઓ કરી રહ્યું છે.ત્યારે ભારતીય સેનાએ પણ LAC અને LOC પર દુશ્મન પર નજર રાખવા માટે ઈમરજન્સી થર્મલ કેમેરા ખરીદ્યા છે. યૂક્રેન યુદ્ધ બાદ સર્વિલન્સ ઈક્વિપમેન્ટ ખરીદીને ઈમરજન્સી પ્રક્રિયાની શ્રેણીમાં સામેલ કરાઈ છે

    .