Historic Win for BJP in Kerala:45 વર્ષ બાદ કેરળમાં કમળ ખીલ્યું, તિરુવનંતપુરમ નગર નિગમમાં ભાજપનો ઐતિહાસિક વિજય

0
129
Kerala
Kerala

Historic Win for BJP in Kerala:કેરળના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી અહીં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)નું શાસન હતું, પરંતુ હવે 45 વર્ષ બાદ ભાજપે અહીં કમળ ખીલવ્યું છે.

Historic Win for BJP in Kerala

Historic Win for BJP in Kerala:સ્થાનિક ચૂંટણીમાં મોટો ફેરફાર

તિરુવનંતપુરમ કેરળનું પાટનગર હોવા સાથે રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ શહેર છે. આ જિલ્લો કોંગ્રેસ અને લેફ્ટ બંને માટે મજબૂત ગઢ માનવામાં આવતો હતો. તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર સતત ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. આવા ગઢમાં ભાજપની જીતને દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

તિરુવનંતપુરમ નગર નિગમની કુલ 101 વોર્ડમાંથી ભાજપે 50 વોર્ડમાં જીત મેળવી છે. જ્યારે LDFને 29 અને કોંગ્રેસના નેતૃત્વવાળી UDFને 19 વોર્ડ પર સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં રાજકીય સમીકરણો હવે બદલાઈ રહ્યા છે.

Historic Win for BJP in Kerala:PM મોદીની પ્રતિક્રિયા

Historic Win for BJP in Kerala
Historic Win for BJP in Kerala

આ ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને કેરળના ભાજપ કાર્યકરોને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભાજપ અને NDAને મળતું વધતું સમર્થન એ વાતનો પુરાવો છે કે કેરળના લોકો રાજ્યના વિકાસ માટે ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે.

કેરળમાં અત્યાર સુધી મુખ્યત્વે કોંગ્રેસના નેતૃત્વવાળી UDF અને લેફ્ટ પાર્ટીઓના નેતૃત્વવાળી LDF વચ્ચે જ સત્તાનો સંઘર્ષ રહ્યો છે. આવા સંજોગોમાં ભાજપની આ જીતને સંગઠન મજબૂત થવાનો સંકેત ગણાવવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓનો દાવો છે કે આવનારા સમયમાં રાજ્યમાં પાર્ટી વધુ મજબૂત બનશે.

Historic Win for BJP in Kerala:સમગ્ર કેરળની સ્થિતિ

સમગ્ર કેરળના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કુલ 1,199 વોર્ડમાંથી કોંગ્રેસ ગઠબંધન 315, લેફ્ટ ગઠબંધન 256 અને ભાજપ ગઠબંધન 577 વોર્ડમાં આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે 532 વોર્ડ પર અપક્ષ ઉમેદવારો જીતની નજીક છે. આ પરિણામો કેરળના રાજકારણમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Panchmahal news:પંચમહાલ જિલ્લા પ્રશાસનની સખ્ત કાર્યવાહી, 29 તલાટીઓની મોટા પાયે બદલી