પ્રવાસી મજુરો માટે સુપ્રિમ કોર્ટનું ઐતિહાસિક ફેંસલો

0
55

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરકારી પોર્ટલ ઈ-શ્રમ પર નોંધાયેલા પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે ત્રણ મહિનાનો વધુ સમય આપ્યો છે. જણાવી દઈએ કે આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના પોર્ટલ પર રજિસ્ટર્ડ પરપ્રાંતિય કે પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે વ્યાપક પ્રચાર કરવો જોઈએ જેથી તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભ મેળવી શકે.મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અરજદાર અંજલિ ભારદ્વાજ, હર્ષ મંડેર અને જગદીપ છોકર દ્વારા દાખલ કરાયેલી અરજી પર આવ્યો હતો. આ લોકોએ માંગ કરી હતી NFSA હેઠળ રેશન ક્વોટાથી અલગ પ્રવાસી મજૂરોને રાશન આપવામાં આવે.