Historic Change: હવે ‘કેરળ’ નહીં પણ ‘કેરલમ’ કહેવાશે આ દક્ષિણ ભારતીય રાજ્ય, કેન્દ્રની મંજૂરી

0
85
Historic Change

Historic Change: ભારત સરકારે દક્ષિણ ભારતના હરિયાળા રાજ્ય કેરળનું નામ બદલીને સત્તાવાર રીતે ‘કેરલમ’ (Keralam) કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેવા તીર્થ કેબિનેટની પ્રથમ બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ વર્ષો જૂની મલયાલમ ભાષી લોકોની માંગણી સંતોષાઈ છે.

Historic Change: કેમ બદલાયું નામ?

Historic Change

મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના જણાવ્યા અનુસાર, મલયાલમ ભાષામાં રાજ્યને વર્ષોથી ‘કેરલમ’ જ કહેવામાં આવે છે.

  • આઝાદીના સંગ્રામ સમયથી જ મલયાલમ ભાષી સમુદાયો માટે સંયુક્ત કેરલમ’ બનાવવાની ઈચ્છા હતી.
  • બંધારણની પ્રથમ અનુસૂચિમાં અત્યાર સુધી ‘કેરળ’ નામ નોંધાયેલું હતું, જેને હવે તમામ ભાષાઓમાં ‘કેરલમ’ કરવા માટે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ સુધારો કરવામાં આવશે.

Historic Change: બે વાર પસાર થયો હતો પ્રસ્તાવ

આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી:

  1. ઓગસ્ટ 2023: કેરળ વિધાનસભાએ પ્રથમવાર સર્વાનુમતે નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
  2. જૂન 2024: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂચનો અને ટેકનિકલ ફેરફારો બાદ ફરીથી પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો. હવે કેન્દ્રીય કેબિનેટે તેને લીલીઝંડી આપી દીધી છે.

ચૂંટણી પહેલાનો મોટો નિર્ણય

કેરળમાં આગામી મે 2026માં વિધાનસભાની 140 બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ લેવાયેલો આ નિર્ણય રાજકીય રીતે પણ ઘણો મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તે સ્થાનિક ઓળખ અને ભાષાકીય ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે.

આ પણ વાંચો :અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના વિસ્તરણને કેન્દ્રની લીલીઝંડી: ₹1067 કરોડના ખર્ચે ગિફ્ટ સિટીથી IIT સુધી જોડાશે મેટ્રો