દર વર્ષે 28 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં હીપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આજના દિવસની ઉજવણીની જરૂરીયાત કેમ ઉભી થઇ ? આનો અર્થ શું છે એ વિષે જાણીએ આ લેખમાં…
સામાન્ય ભાષા અને શરળ શબ્દમાં કહીએ તો હીપેટાઇટિસ એટલે લીવર પર સોજો આવી જવો…
હીપેટાઇટિસ એટલે શું ?
હીપેટાઇટિસના પ્રકારો પણ છે…. અમુક પ્રકારના હીપેટાઇટિસ ટૂંકાગાળાની સારવારમાં રીકવર થઇ જાય છે. તો અમુક પ્રકારમાં સારવાર અશક્ય બની જાય છે.
હીપેટાઇટિસના પ્રકારો :
- હીપેટાઇટિસA
- હીપેટાઇટિસB
- હીપેટાઇટિસC
- હીપેટાઇટિસD
- હીપેટાઇટિસE
- હીપેટાઇટિસA અને E થવાના કારણો :
દુષિત પાણી પીવાના કારણે અને અસ્વચ્છ ખોરાક ખાવાના કારણે આ પ્રકારનો હીપેટાઇટિસ થઈ શકે છે. આ હીપેટાઇટિસ થાય તો લીવરએ ઓછું નુકસાન પહોંચે છે.
- હીપેટાઇટિસB, C & E થવાના કારણો :
આમાં ચેપગ્રસ્ત લોહી ચઢવાના કારણે થાય છે. અથવા ચેપીવ્યક્તિ દ્વારા વપરાયેલ ચમચી,બ્રશ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ થઇ શકે છે.
- હીપેટાઇટિસના લક્ષણો શું છે ?
- પેટમાં સતત દુઃખાવો થવી
- વારંવાર ઝાડા થવા
- આંખો પીળી પડી જવી
- ઉબકા અને ઉલટી થવા
- ભૂખ ન લાગવી
- તાવ રહેવો
- ઘેરા પીળા રંગનો પેશાબ થાય
- સાંધામાં દુઃખાવો રહેવો
હીપેટાઇટિસમાં ક્યાં પ્રકારની સારવાર ઉપલબ્ધ છે તે અંગે જાણવા નીચે ક્લિક કરો
- જો હીપેટાઇટિસ થાય તો ક્યાં પ્રકારનો ખોરક લેવો ?
- આલ્કોહોલથી હમેશા દુર રહેવું
- વધુ પડતો ચીકણો ખોરાક ન લેવો
- ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઈએ
- જંકફૂડ પણ હાનીકારક છે
- આખા અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવો
- મોસમી લઈ શક્ય છે
- લીલા શાકભાજીને પ્રાધાન્ય આપવું
- ડેરી પ્રોડક્ટ ન લેવા જોઈએ
- મીઠું ઓછો ખાવું જોઈએ.