અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

0
65

દિલ્હીમાં ૪ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના

દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના 31 જિલ્લામાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજસ્થાનથી લઈને કેરળ સુધીના પશ્ચિમી ભાગ પર ભારેથી અતિભારે વરસાદની વકી

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની વકી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 29 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. જયારે 30 જૂનથી વરસાદનુ જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ દિલ્હીમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી 4 જુલાઈ સુધી દિલ્હીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાંના 31 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તેમજ આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવમાન વિભાગે, રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની વકી

અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. વરસાદના વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી.આર લાઈવ .