કેરળમાં ભારે વરસાદ,છ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર

0
193
Heavy rains in Kerala, six districts on orange alert
Heavy rains in Kerala, six districts on orange alert

કેરળના છ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર

કેરળમાં ભારે વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

લોકોને ભારે હાલાકી

કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.અને હવામાન વિભાગની આગાહી સાર્થક પણ થઈ રહી છે. અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. કેરળમાં ભારે વરસાદ વરસ્યો હતો. કેરળ: રાજ્યમાં ભારે વરસાદને કારણે પથનમથિટ્ટા જિલ્લાના તિરુવલ્લા અને મલ્લાપલ્લી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેતાં રાજ્યના 11 જિલ્લાઓમાં વહીવટીતંત્રે આજે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી હતી. રાજ્યના છ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે

 બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે કેરળમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  દરિયાકાંઠાના ધોવાણ અને નદીઓનું ધોવાણ થયું છે. રાજ્યના કન્નુર જિલ્લામાં કક્કર નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીઓના પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી ચુક્યાં છે. અધિકારીઓએ લોકોને પૂરગ્રસ્ત રસ્તાઓનો ઉપયોગ કરવાથી  રોકવા માટે બેરીકેટ્સ મૂક્યા છે.

ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં ઇડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ છે. રેડ એલર્ટ 24 કલાકમાં 20 સેમીથી વધુના ભારેથી અતિ ભારે વરસાદને સૂચવે છે, જ્યારે ઓરેન્જ એલર્ટનો અર્થ છે 6 સેમીથી 20 સેમી જેટલો ભારે વરસાદ. યલો એલર્ટ એટલે કે 6 થી 11 સેમી વચ્ચે ભારે વરસાદ. અલપ્પુઝા, કન્નુર, કોઝિકોડ, કોટ્ટાયમ, કાસરગોડ, પલક્કડ, ઇડુક્કી, થ્રિસુર, એર્નાકુલમ, પથાનમથિટ્ટા અને કોલ્લમની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ગુરુવારે બંધ રહી હતી. કોટ્ટાયમ જિલ્લાના પશ્ચિમ ભાગોમાં પૂર જોવા મળ્યું છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના તમામ તાલુકાઓમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. મહેસૂલ પ્રધાન કે રાજને બુધવારે જિલ્લા કલેક્ટર અને અન્ય મહેસૂલ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. એક ફેસબુક પોસ્ટમાં, મંત્રીએ લોકોને સાવચેતી રાખવા વિનંતી કરી અને ખાતરી આપી કે ગભરાવાની જરૂર નથી. રાજ્યભરમાં 1,154 લોકોને 64 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ