હવામાન વિભાગે 28 અને 29 તારીખે જિલ્લામાં કમોસમી વરસાદને લઈ આગાહી કરાવી હતી. તે વચ્ચે હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાત્રીના સુમારે કમોસમી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે રાત્રિ દરમિયાન એકાએક હવામાનમા પલટો આવતા તેજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. તો બજારોમા ચારે તરફ પાણી વહેતું જોવા મળ્યું હતું .ત્યારે કમોસમી વરસાદને લઈ વારંવાર ખેડૂતોના ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની આગાહીને લઈ સાવચેતીનાં પગલે બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પત્ર જાહેર કરાયો હતો. ત્યારે દાતામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાડેલા અનાજ અને અનાજની બોરીઓને વરસાદમાં પલળી ન જાય અને તેમને સાચવી રાખવા બાબત સૂચન અપાઈ હતી..વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
અંબાજીમાં વરસાદ
કમોસમી વરસાદને લઈ આગાહી
ખેડૂતોના ચિંતામાં વધારો
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પત્ર જાહેર