તેલંગાણામાં ત્રીજા દિવસે પણ ભારે વરસાદ

0
75
Heavy rain in Telangana for the third day
Heavy rain in Telangana for the third day

તેલંગાણામાં ત્રીજા દિવસે પણ ભારે વરસાદ

રાજ્ય સરકારે શાળાઓમાં રજા જાહેર કરી

શાળામાં બે દિવસ રજા જાહેર કરાઈ

હૈદરાબાદમાં ટ્રાફિક જામ

તેલંગાણામાં ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે ગુરુવાર અને શુક્રવારે શાળાઓમાં રજા જાહેર કરવી પડી હતી. શિક્ષણ મંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડીએ ટ્વીટ કરીને બે દિવસ શાળાઓ બંધ રાખવાની માહિતી આપી હતી. શિક્ષણ પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ ટ્વીટ કર્યું, “રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન કેસીઆરના નિર્દેશો હેઠળ, સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુવાર અને શુક્રવાર બે દિવસની રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને કારણે શહેરના વિવિધ ભાગોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

IMDએ આ વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે

ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ અનુસાર, તેલંગાણાના આદિલાબાદ, કોમરમ ભીમ આસિફાબાદ, જગીટીલ, રાજન્ના સરસિલ્લા, કરીમનગર, પેદ્દાપલ્લી અને જયશંકર ભૂપાલપલ્લી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

દેશના અનેક રાજ્યમાં ભાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણા રાજ્યમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.હિમાચલમાં વરસાદે વિનાષ વેર્યો છે. ત્યારે તેલંગાણામાં પણ સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણી ભરાઈ ગયા છે.

ભદ્રાચલમમાં ગોદાવરી નદીના ઝડપથી વધી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર પ્રિયંકા આલાએ સરકારી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા ચેતવણી આપી છે.હૈદરાબાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને કારણે શહેરના વિવિધ ભાગોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

વાંચો અહીં નોઈડા પોલીસે ગૌતમ બુદ્ધ નગરમાં કલમ 144 લાગુ કરી