હીટ એન્ડ રન -યુવાનોના મૃતદેહ જોતા જ આખું ગામ હિબકે ચડ્યું

0
191
હીટ એન્ડ રન -યુવાનોના મૃતદેહ જોતા જ આખું ગામ હિબકે ચડ્યું
હીટ એન્ડ રન -યુવાનોના મૃતદેહ જોતા જ આખું ગામ હિબકે ચડ્યું

અમદાવાદના એસ જી હાઇવે ઉપર એક લક્ઝરિયસ કાર ચાલકે અકસ્માત સર્જી 9 લોકોને મોતના ઘાટ ઉતાર્યા. તથ્ય પટેલ નામના યુવકે ૧૬૦ કિલોમીટરની ઝડપે કાર ચલાવીને નવ લોકોને સ્થળ પરજ 30 થી 40 ફૂટ ફંગોળ્યા હતા. જેમાં બોટાદના યુવકો અક્ષય ચાવડા અને રોનક વિહલપરા તથા કૃણાલ કોડિયા ના મૃતદેહ વતન લઇ જવામાં આવ્યા છે. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો. રોનક, કૃણાલ અને અક્ષરના પાર્થિવદેહને વતન પહોંચ્યા ના સમાચાર મળતાજ આક્રંદ જોવા મળ્યો . એસજી હાઇવે અમદાવાદ ગોઝારા અકસ્માતમાં બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત નીપજ્યા હતા. યુવકોની અંતિમયાત્રામાં આખું ગામ ઊમટ્યું હતું. પરિવારજનોનું આક્રંદ જોતા ભલભલાનું હૈયું હચમચીજાય તેવા દ્રશ્યો જોવા મળ્યા . કાળમુખા નબીરાએ નવ યુવકોને ભરખી ગયો છે.

બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત નીપજ્યા  હતા

અકસ્માત કરતા 12 લોકોને સારવાર માટે સોલા સિવિલ લઇ જવા પડ્યા હતા. જો કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા હતા, જયારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. ત્રણ વ્યક્તિઓની સ્થિતિ નાજુક થતા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે જેમના મોત નિપજ્યા હતા. તેમાંથી એક વ્યક્તિની ઓળખ થઇ શકી ન હતી. પાછળથી તેની ઓળખ ટ્રાફિક પોલીસ કર્મી તરીકે થઇ. આમ 9માંથી 3 પોલીસ કર્મીઓ છે. આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેના પિતાની પણ ભોગ બનનાર પરિવારને ધમકી આપવા બદલ ધરપકડ કરી છે.

બોટાદના યુવકો અક્ષય ચાવડા અને રોનક વિહલપરા તથા કૃણાલ કોડિયા ના મૃતદેહ વતન લઇ જવામાં આવ્યા

બનાવની વિગતો મળતાજ શહેરના કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આરોપીને અકસ્માત બાદ સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો પીએમ કાર્યવાહી બાદ તમામ યુવકોના મૃતદેહ તેમના વતન પહોંચ્યા ત્યારે ગામમાં સન્નાટો જોવા મળ્યો અને આખું ગામ શોકાતુર જોવા મળ્યું

યુવકોના મૃતદેહ તેમના વતન પહોંચ્યા ત્યારે ગામમાં સન્નાટો જોવા મળ્યો અને આખું ગામ શોકાતુર જોવા મળ્યું

બોટાદના કૌટુંબિક ભાઈઓનાં મોત નીપજ્યા હતા

આપને જણાવી દઈએ કે

આરોપી સામે IPC 304, 279, 337, 338 કલમો હેઠળ ફરિયાદ થઇ છે .આરોપી સામે ટ્રાફિક PI વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા હતા.

પૂર પાટ ઝડપે આવતી કારે 200 મીટર સુધી લોકોને ફંગોળ્યા હતા

ગોઝારા અકસ્માતમાં મોતની ચિચિયારીઓ દૂરદૂર સુધી સંભળાઈ હતી.

યુવક મૃતકના પરિવારજનોની માંગણી છે કે  પૈસા નહીં ન્યાય જોઈએ

અકસ્માતમાં મોટા ભાગે વિદ્યાર્થીઓનું મોત થયું છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે મૃતક પરિવારને સહાય માટે 4 લાખ રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે, પરિવારજનો આર્થિક સહાયને બદલે ન્યાયની માંગણી કરી છે. યુવક મૃતકના પરિવારજનોની માંગણી છે કે પૈસા નહીં ન્યાય જોઈએ છે. પરિવારોએ સવાલ પૂછ્યો છેકે શું 4 લાખમાં અમારો 20 વર્ષનો નવ જુવાન દીકરો પરત આવશે. જો આવી શકતો હોય to અમે સરકારને 8 લાખ રૂપિયા આપીશું.