Heartbreaking Tragedy in Kadi: કડીમાં કાળજું કંપાવતી ઘટના: રોડ પર સૂતેલા બે માસૂમ ભાઈઓ પર JCB ફરી વળ્યું, 10 કલાક સુધી માતા લાશ પાસે બેસી રહી

0
138
Heartbreaking Tragedy
Heartbreaking Tragedy

Heartbreaking Tragedy in Kadi: મહેસાણા જિલ્લાના કડી-કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે એક અત્યંત કરુણ અને રુંવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. રોડ નિર્માણના કામમાં રોકાયેલા શ્રમિક પરિવારના બે માસૂમ બાળકો પર બેકાબૂ JCB ફરી વળતા બંને સગા ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય.

Heartbreaking Tragedy in Kadi: મોડી રાત્રે ઊંઘમાં જ કાળ ભેટી ગયો

Heartbreaking Tragedy in Kadi

પ્રાપ્ત વિગતો અનુસાર, કડીના નાની કડી ગામની સીમમાં શિવ શક્તિ કોટન ઇન્ડસ્ટ્રીઝ સામે છેલ્લા ચાર મહિનાથી RCC રોડનું કામ ચાલી રહ્યું છે. અહીં મધ્યપ્રદેશના ઝાબવા જિલ્લાના શ્રમિક અલ્કેશભાઈ મોહનભાઈ બાભનીયાનો પરિવાર મજૂરી કામ કરતો હતો. ગત રાત્રે આ પરિવાર રોડ કિનારે સૂતો હતો, ત્યારે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એક JCB (નંબર GJ 2 BS 2704) નો ચાલક કપચીનો માલ નાખવા માટે રિવર્સ લઈ રહ્યો હતો. અંધારામાં રોડ કિનારે સૂતેલા બે બાળકો ચાલકને દેખાયા નહોતા અને ભારેભરખમ મશીન તેમના પર ફરી વળ્યું હતું.

Heartbreaking Tragedy in Kadi: 10 કલાક સુધી માતાનો આક્રંદ અને લાશનો ચોકીપહેરો

આ અકસ્માતમાં 2 વર્ષના હાર્દિક અને 4 વર્ષના કાલિક નામના બંને ભાઈઓના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. પુત્રોના મોતના આઘાતમાં ગરકાવ થયેલી માતા રાત્રે 2:30 વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે 1:30 વાગ્યા સુધી, એટલે કે સતત 10 કલાક સુધી પોતાના વહાલસોયા દીકરાઓની લાશ પાસે રોડ પર બેસી રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થનારા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.

Heartbreaking Tragedy in Kadi: પોલીસ કાર્યવાહી અને સ્થાનિકોનો રોષ

Heartbreaking Tragedy in Kadi

ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બપોરે પરિવારના અન્ય સભ્યો આવ્યા બાદ પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

રોડના કામમાં વિલંબ અને બેદરકારી:

  • સ્થાનિકોના જણાવ્યા મુજબ, જકાત નાકાથી નર્મદા કેનાલ સુધીના રોડનું કામ લાંબા સમયથી ઘીમી ગતિએ ચાલી રહ્યું છે.
  • ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને રહીશો ભારે પરેશાન છે.
  • સુરક્ષાના સાધનો કે યોગ્ય લાઈટિંગ વગર રાત્રે કામ ચાલતું હોવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.

આ ઘટનાને પગલે સમગ્ર કડી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બેદરકાર JCB ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો :ગૌતમ અદાણી પરિવાર સાથે રામલલાના શરણે: ‘આ માત્ર મંદિર નથી, ભારતની એકતાનું પ્રતીક છે’